મનોરંજન

નીતૂ કપૂરે અંબાણી પરિવારને કહ્યું ‘ખુબ ખુબ આભાર’, ‘તમે દેવદૂત બનીને આવ્યા’ જાણો મામલો

એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલે અચાનક નિધન થતા આખો પરિવાર શોકમાં છે. લગભગ દોઢ વર્ષ સુધી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમ્યા હતા. દુઃખની આ ઘડીમાં બોલીવુડના આ સિતારાઓથી લઈને બધા કપૂર પરિવાર સાથે ઉભા હતા. નીતુ કપૂરએ આ મુશ્કેલ ઘડીમાં સાથ આપનારા મુકેશ અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુ કપૂરે ઋષિ કપૂર, મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે એક તસવીર શેર કરી છે. એક લાંબી પોસ્ટ લખીને નીતુ કપૂરે અંબાણી પરિવારના દરેક સભ્યોને દેવદૂત ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે ‘છેલ્લા બે વર્ષ અમારા માટે લાંબી મુસાફરી હતી. આ સમય દરમિયાન ખૂબ જ સારો સમય અને ક્યારેક ખૂબ જ ખરાબ દિવસો હતા. ઈમોશનલથી ભરેલી યાત્રા. જેમાં અંબાણી પરિવારની મદદનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુ વધુમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી અમે અમારા વિચારો ભેગા કરીને શબ્દો શોધવાનો પ્રયાસ કર્યો જેથી અમે તેના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી શકીએ. તે લોકોએ અનેક રીતે અમને આ સમયમાં સુરક્ષિત રાખ્યા છે.’

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુએ વધુમાં લખ્યું હતું કે, ‘છેલ્લા સાત મહિનામાં કુટુંબના દરેક સભ્યોએ ઋષિ કપૂરની સંભાળ રાખવા પ્રયાસ કર્યો હતો જેનાથી તેમને ઓછામાં ઓછું મુશ્કેલી પડે. આ સાથે જ તેને સુનિશ્ચિત કર્યું હતું કે, તેમને સમાન તબીબી સુવિધાઓ મળી છે. આ સિવાય હોસ્પિટલમાં આવીને સાંત્વના પાઠવવી જોઈએ. જ્યારે અમે ડરીએ ત્યારે તેણે અમારો હાથ પકડી દિલાસો આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુએ વધુમાં લખ્યું હતું કે, ‘મુકેશ ભાઈ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઇશા, આ મુશ્કેલ સમયમાં તમે અમારા માટે દેવદૂત હતા. અમને તમારા માટે જે લાગે છે તે માપી શકાતું નથી. કોઈપણ સ્વાર્થ વિના કાળજી લેવા બદલ ખૂબ ખૂબ આભાર. અમે તમને અમારા નજીકના લોકોમાં મળી હોવાનો આનંદ માનીએ છીએ. નીતુ, રિદ્ધિમા, રણબીર અને આખો કપૂર પરિવાર.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.