બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર આજે આપણી વચ્ચે નથી છતાં પણ તેમની ઘણી યાદો આજે પણ આપણી સાથે જોડાયેલી છે. ઋષિ કપૂર પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે કે તેમની પત્ની નીતુ કપૂરે તેમને હંમેશા સાથ આપ્યો છે, પરંતુ ઘણા ઓછો લોકો જાણતા હશે કે એક સમય એવો પણ આવી ગયો કે ઋષિ કપૂર અને નીતુ કપૂરનો સંબંધ તૂટવાની અણી ઉપર પણ આવી ગયો હતો અને નીતુએ ઘરેલુ હિંસાનો આરોપ પણ ઋષિ કપૂર ઉપર લગાવ્યો હતો.

ઋષિ કપૂરની ગણતરી એ સમયના ખુબ જ રોમાન્ટિક અભિનેતાઓમાં થતી હતી. અને તેના જ કારણે એ સમયની ખ્યાતનામ અભિનેત્રીઓ સાથે તેમનું નામ પણ જોડાયેલું હતું.

નીતુ કપૂર તેમના જીવનમાં ફિલ્મ “ઝહરીલા ઇન્સાન”ના સેટ ઉપરથી આવી બંને વચ્ચે આંખોનો પ્રેમ થયો અને ધીમે ધીમે મુલાકાતો વધતી ગઈ, પાંચ વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યું, અને છેલ્લે વર્ષ 1980માં બંને લગ્નના બંધનમાં હંમેશને માટે બંધાઈ ગયા.

લગ્ન પહેલા પણ બંને વચ્ચે નાના મોટા ઝગડા થતા રહેતા, અને લગ્ન બાદ પણ આ નોકઝોક ચાલુ જ રહી છતાં પણ બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમતો ભરપૂર જ હતો.

લગ્ન બાદ ઋષિ કપૂર અને નીતુના ઘરે બે બાળકોનો જન્મ પણ થયો રણબીર અને રીધ્ધીમા, અને ત્યાર બાદ મીડિયામાં એક ખબરે જોર પકડ્યું હતું.

ખબર એવું હતી કે નીતુ અને ઋષિ બંને અલગ થઇ ગયા છે, ઋષિ કપૂર ઉપર નીતુએ ઘરેલુ હિંસાના આરોપ પણ લગાવ્યા હતા.

પરંતુ નીતુ પોતાના બાળકોના કારણે ઋષિ કપૂર સાથે પાછી જોડાઈ અને બંને હંમેશને માટે એક થઇ ગયા, ઋષિ કપૂરે પણ ઘણીવાર નીતુની પ્રસંશા કરી છે, અને કહ્યું છે કે નીતુએ તેમને હંમેશા સાથ આપ્યો છે.

ઋષિ કપૂરના છેલ્લા શ્વાસ સુધી નીતુ તેમની સાથે જ રહી, આજે ઋષિ કપૂર નીતુને છોડીને હંમેશને માટે ચાલ્યા ગયા છે છતાં પણ નીતુને તેમની યાદ હમેશા આવે છે, ઘણી જૂની યાદો સાથે ઘણી પોસ્ટ પણ તે સોશિયલ મીડિયામાં શેર કરતી જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.