બોલિવૂડનું પ્રખ્યાત સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે એટલે કે 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે થનારા આ લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તેમના લગ્નને સુપર સિક્રેટ રાખવા માટે, બંને કલાકારો અને તેમના પરિવારો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રણબીર અને આલિયાના લગ્નની ઝલક જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ વેન્યુ વાસ્તુને સજાવવા માટે ક્રાયસન્થેમમ્સ અને સફેદ ફૂલો બેંગ્લોરથી લાવવામાં આવ્યા છે.
રણબીર-આલિયાના લગ્ન પહેલા બુધવારના રોજ એટલે કે ગઇકાલે કપલની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા સેલેબ્સ અને પરિવારના લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મહેંદી માટે પહોંચેલી રણબીર કપૂરની બહેન અભિનેત્રી કરિશ્મા કપૂરે મહેંદીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ કપલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું છે.
વર્ષ 2017માં ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી શરૂ થયેલી રણબીર-આલિયાની લવ સ્ટોરી આજે એક નવી સફર શરૂ કરવાની છે.હાલમાં જ મીડિયા સાથે વાત કરતા નીતુ કપૂરે જણાવ્યું કે લગ્ન 14 એપ્રિલ એટલે કે આજે થવા જઈ રહ્યા છે. આ સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે રણબીર અને આલિયા તેમના મુંબઈના ઘરે વાસ્તુમાં લગ્ન કરશે. છેલ્લા ઘણા સમયથી રણબીર-આલિયાના લગ્નને લઈને વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે.
આ દરમિયાન, તાજેતરમાં જ અભિનેતા રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે લગ્ન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. મીડિયા સાથે વાત કરતાં રિદ્ધિમા કપૂરે કહ્યું કે તેને તેની ભાવિ ભાભી આલિયા ભટ્ટ ખૂબ જ ક્યૂટ લાગે છે. નીતુ કપૂરે પણ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તેનો પુત્ર 14 એપ્રિલે ઘોડી પર ચઢશે. નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર ગઇકાલના રોજ પ્રી વેડિંગ સેરેમની દરમિયાન ખૂબ જ સુંદર દેખાતા હતા.
બંનેએ રણબીર-આલિયાના લગ્નની ખુશી મીડિયા સાથે શેર કરી હતી. ભાઈના લગ્ન થાય છે તો બહેનો તો તૈયાર થાય જ ને, સજી-ધજી તેઓ ધૂમ તો મચાવે જ અને ડાન્સ પણ કરે. ત્યારે ગઇકાલના રોજ સામે આવેલા વીડિયોમાં કરીના કપૂરને જોઈને લાગી રહ્યુ હતુ કે તે આ લગ્નને ખૂબ એન્જોય કરી રહી છે. 13 એપ્રિલના રોજ રણબીર કપૂરના ઘરે મહેંદી સેરેમની યોજાઈ હતી જેમાં ભટ્ટ પરિવાર અને કપૂર પરિવારના સભ્યો જોવા મળ્યા હતા. બેબો તેમાંથી એક હતી.
View this post on Instagram
જે સંપૂર્ણ રીતે તૈયાર થઈને મહેંદી માટે પહોંચી હતી. જ્યારે કરીના મહેંદી સેરેમનીમાંથી તેના ઘરે પહોંચી ત્યારે તેના હાથ પરની મહેંદીની ડિઝાઇન પણ જોવા મળી હતી. તેણે થોડી મહેંદી લગાવી હતી, કરીના કપૂરે મહેંદી માટે ખૂબ જ સુંદર લહેંગો પસંદ કર્યો હતો. આ લહેંગામાં કરીના કપૂર અદ્ભુત લાગી રહી હતી. સાથે જ તેના ચહેરાની ખુશી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે.
View this post on Instagram
બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે ચાહકોની આ રાહનો અંત આવવાનો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરવા માટે તૈયાર છે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન બુધવારથી શરૂ થયા હતા. જો કે કપૂર પરિવારે આ લગ્નને ગુપ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને રણબીર કપૂરની માતા નીતુ કપૂર શરૂઆતથી જ લગ્ન વિશે વાત કરવાનું ટાળતી રહી છે.