પ્રેગ્નેટ છે દીપિકા પાદુકોણના પૂર્વ બોયફ્રેન્ડની પત્ની, બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી, લગ્નની બીજી વર્ષગાંઠ પર શેર કરી ખુશખબર

સિંગર નીતિ મોહન મમ્મી બનવાની છે, જુઓ બેબી બમ્પ ખુલ્લેઆમ દેખાડ્યું

સિંગર નીતિ મોહન અને અભિનેતા નિહાર પંડ્યાના લગ્નને 2 વર્ષ થઇ ચૂક્યા છે. બંનેએ 15 ફેબ્રઆરી 2019ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. તેમણે તેમના લગ્નની બીજી વર્ષગાંઠ પર ચાહકો સાથે ખુશખબરી શેર કરી છે.

સિંગર નીતિ મોહન માતા બનવાની છે. બંનેએ આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. નીતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બેબી બંપ ફ્લોન્ટ કરતા તસવીર શેર કરી છે.

આ તસવીરમાં નીતિ પીળા અને વ્હાઇટ શર્ટ ડ્રેસમાં બેબી બંપ ફલોન્ટ કરતી નજરે પડી છે. નિહારે પિંક શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યુ છે. નિતી મોહન અને નિહાર પંડ્યા સમુદ્ર કિનારે ઊભા છે અને ખૂબ જ સ્પેશિયલ અંદાજમાં તેમણે આ તસવીર ક્લિક કરાવી છે.

બંને તસવીરમાં ઘણા ખુશ લાગી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, નીતિ મોહન સિંગર છે અને નિહાર પંડ્યા અભિનેતા છે, જે મણિકર્ણિકા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નીતિઓ બોલિવુડમાં સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કર્યુ હતું. નીતિએ ઘણા હિટ ગીતો પણ બોલિવુડને આપ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version