ખબર

લંડનમાં હાર્દિક પંડ્યાને મળવા પહોંચ્યા નીતા અંબાણી, હાર્દિકે કહ્યું કે, આભાર ભાભી – જુઓ તસ્વીરો

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરમેન નીતા અંબાણી આ સમયે સ્પોર્ટ્સ બિઝનેસ સમિતિમાં ભાગ લેવા માટે લંડનમાં છે. એમને સ્પોર્ટ્સ સમિતિમાં ભારતીય બલ્લેબાજ જસપ્રીતેના વખાણ કર્યા હતા. સાથે જ બંને પંડયા ભાઈઓની પણ પ્રશંસા કરી હતી.
બુમરાહ, કૃણાલ પંડયા અને હાર્દિક પંડયા આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. નીતા અંબાણીએ સ્પોર્ટ્સ સમિતિમાં કહ્યું હતું કે, ‘હું તમારી સામે યુવા ખેલાડીની એક હ્ર્દયસ્પર્શી કહાની કહેવા જઈ રહી છું, જેને મુંબઈ ઇન્ડિયન્સે એક ખુબ નાના શહેરમાંથી શોધ્યો હતો.’ સાથે જ તેમને કહ્યું હતું કે,’ આજે બુમરાહ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. 10 વર્ષની અંદર મુંબઈ ઇન્ડિયન્સે ઘણા યુવા ખેલાડીઓ શોધ્યા છે, હાર્દિક અને કૃણાલ પંડયા પણ એમાંના એક છે.’

ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયા આજકાલ લંડનમાં છે. તે તેમની લોવર બેક સર્જરીમાંથી રિકવર કરી રહ્યા છે. અને આ સમય દરમિયાન નીતા અંબાણી હાર્દિક પંડયાને મળવા પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર ક્રિકેટરે નીતા અંબાણી સાથેની તસ્વીર શેર કરી હતી. નીતા અંબાણી ગુલદસ્તો લઇ અને હાર્દિકને મળવા પહોંચી હતી અને ત્યાં પહોંચી તેની તબિયત વિશે પૂછ્યું હતું.


હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કરેલ તસ્વીરનાં કૅપ્શનમાં લખ્યું હતું કે,’ શુક્રિયા ભાભી લંડનમાં મને મળવા આવવા માટે. તમારી શુભકામનાઓ અને મનોબળ વધારવાવાળી વાતો મારી માટે ખુબ મહત્વની છે. તમે હંમેશાથી મારી પ્રેરણા રહ્યા છો.’

જણાવી દઈએ કે, એશિયા કપમાં પાકિસ્તાન સામે રમતા મેચ દરમિયાન હાર્દિકને કમરમાં ઇજા થઇ હતી. એટલા માટે  ટીમની અંદર-બહાર થઇ રહ્યા હતા. અંતે તેમને સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.