મનોરંજન

‘મૈં સોલહ બરસ કી’ની અભિનેત્રી નીરુ બાજવાએ ટ્વિન્સ દીકરીઓને આપ્યો જન્મ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પછી હવે પંજાબી અભિનેત્રી નીરુ બાજવા બીજીવાર માતા બની ગઈ છે. વિવેક ઓબેરોય સાથે ‘પ્રિન્સ’ અને અક્ષય કુમાર સાથે ‘સ્પેશિયલ 26’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી નીરુ બાજવા બીજી વખત માતા બની છે. નીરુએ આ ખુશખબર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શેર કર્યા છે. નીરુએ આ પોસ્ટમાં લખ્યું – વાહે ગુરુ દી મહેર, અમે બીજી બે રાજકુમારીઓથી ધન્ય થઇ ગયા છીએ. નીરુ બાજવાએ લખ્યું, ‘વાહે ગુરુ દી મહેર, અમારા ઘરે બે બીજી રાજકુમારીઓ આવી છે. દરેકની શુભેચ્છાઓ બદલ આભાર. અમને પસંદ કરવા બદલ આલિયા અને અકીરા કૌર જાવંધાનો આભાર.’ તેણે કેક પર બંને દીકરીઓના નામ આલિયા અને અકીરા કૌર લખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neeru Bajwa (@neerubajwa) on

એમ તો નીરુની બંને દીકરીઓના નામ બોલીવુડ સ્ટારકીડ્સ આલિયા ભટ્ટ અને ફરહાન અખ્તરની પુત્રી અકીરા અખ્તર સાથે મેળ ખાય છે. ચાહકો કૉમેન્ટ્સ કરીને નીરુને આ ખુશી માટે અભિનંદન આપી રહ્યા છે. આ જુડવા દીકરીઓ પહેલા પણ નીરુને એક દીકરી અનાયા કૌર જાવંધા છે અને તેનો જન્મ 2015માં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neeru Bajwa (@neerubajwa) on

પંજાબી અભિનેત્રી નીરુ બાજવાએ તેના ચાહકોને ઓક્ટોબર 2019માં તેની પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી. તેની પ્રેગ્નેન્સીની ખબરો સાથે તેણે એમ પણ કહ્યું કે આ વખતે તેને જોડિયા બાળકો થશે. નીરુ અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

નીરુ બાજવાએ દેવ આનંદની ફિલ્મ ‘મૈં સોલહ બરસ કી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણા ટીવી શોઝ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. 2005માં નીરુ બાજવાએ હરી મીર્ચ લાલ મીર્ચથી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું. નીરુ આસ્થા – એક પ્રેમ કહાની, જીત, નચ બલિયે 1 જેવા ટીવી શોઝમાં પણ જોવા મળી છે. નીરુ પંજાબી સિનેમાનો ખૂબ જ પ્રખ્યાત ચહેરો છે. જોકે, બોલિવૂડમાં સફળતા ન મળતાં તે પંજાબી સિનેમા તરફ વળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neeru Bajwa (@neerubajwa) on

જણાવી દઈએ કે નીરુ બાજવાએ વર્ષ 2015માં હેરી જાવંધા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલા નીરુ બાજવાનું લાંબા સમય સુધી અમિત સાધ સાથે અફેર હતું. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ કેટલાક કારણોને લીધે તેઓનું બ્રેકઅપ થઇ ગયું. ત્યારબાદ નીરુએ જીટીવી, સ્ટાર પ્લસ અને સ્ટાર વન સાથે કેટલીક સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેણે ભારતના સૌથી મોટા ક્રાઇમ શો ‘સીઆઈડી’ માં પણ કામ કર્યું છે. જોકે નીરુ બાજવા લગભગ 22 વર્ષોથી અભિનય ઉદ્યોગમાં સક્રિય છે, પરંતુ પંજાબી ગીત લોંગ લાચીના વીડિયોએ તેની લોકપ્રિયતા સિધારી દીધી. નીરુ આ ગીત પછી રાતોરાત સ્ટાર બની હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.