ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

જયારે ભારતીય દીકરીએ બચાવ્યા હતું 360 લોકોના જીવ, શહાદત પર રડયું હતું આખું વિશ્વ

ભારતની આ દીકરીની સ્ટોરી વાંચીને હૃદય ભરાઈ જશે

બ્રેવ ડોટર ઓફ ઇન્ડિયા નીરજા ભનોટના સાહસ વિષે જેટલું કહેવામાં આવે એટલું ઓછું છે. નીરજાએ પોતાના જીવ આપીને 360 લોકોની જિંદગી બચાવી હતી. આ ઘટનાએ આંકી દુનિયાને ચકિત કરી દીધા હતા.નીરજાની જિંદગી પર વર્ષ 2016માં એક ફિલ્મ બની હતી. જેમાં બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપુરે નીરજાનો રોલ કર્યો હતો. આ રોલ માટે સોનમની તારીફ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બર 1986માં અમેરિકી એરવેઝનું વિમાન પૈન એમ 73, લગભગ 380 યાત્રિકોને લઈને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પાયલોટની રાહ જોઈ રહ્યા હતા. અચાનક ટીમથી હથિયાર બંધ આતંકવાદી ઘુસી જય બધાને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. આ આતંકવાદી પ્લેનને 9/11 ની જેમ ઇઝરાયલમાં કોઈ નિર્ધારિત જગ્યા પર ક્રેશ કરવા માંગતા હતા. આતંકીયોઓન આ પ્લાનમાં નીરજા ભનોટને તેના સાહસનો પ્રયોગ કર્યો હતો.

આતંકીએ પાકિસ્તાન સરકાર પાસે પાયલોટની માણગક રી હતી, જેથી તે વિમાનને તે ઈચ્છે ત્યાં લઇ જઈ શકે પરંતુ પાકિસ્તાન સરકારે આ મામલે મનાઈ ફરમાવી દીધી હતી.

આતંકવાદી અમેરિકા દ્વારા પાકિસ્તાન સરકાર દ્વારા દબાણ કરવાની ફિરાકમાં હતા. પરંતુ તે લોકો જાણતા ના હતા કે આ વીમાનામ 23 વર્ષની એકલી દુબળી-પાતળી ફ્લાઇટ અટેન્ડેન્ટ તેના નાપાક હરકતોને પુરી કરી નાખશે.

Image Source

આતંકીએ ભૂલથી નીરજાને બોલાવી અને બધા જ યાત્રાળુઓના પાસપોર્ટ એકઠા કરવાનું કીધું હતું. જેથી તે અમેરિકાના નાગરિકોને જોઈ-જોઈને મારી શકે. આ દરમિયાન નીરજાએ આતંકીઓને ચકમો આપી દીધો હતો. નીરજા ભનોટે વિમાનમાં બેઠેલા અમેરિકાના યાત્રીકોનેઅ પાસપોર્ટ છુપાવી લેતા આંતકીઓ ઉકળી ઉઠયા હતા. આતંકીએ એક અંગ્રેજને ખેંચીને વિમાનના ગેટ પર લઇ જઈ ગોળી મારવા લાગ્યા હતા. ત્યારે જ નીરજાએ તેની કાર્યકુશળતાનો પરિચય આપી આતંકીઓને ચકમો આપી દીધો હતો.

નીરજા ભનોટે બ્રિટિશ યાત્રિકોને છોડી દીધા હતા. આંતકીઓ અને પાકિસ્તાન સરકાર વચ્ચે ખેંચતાણ થઇ હતી. આ બાજુ 380 યાત્રિકો વચ્ચે એકલી ભારતોય યુવતી લડી રહી હતી. યુવતી 17 કલાક સુધી હિંમતથી મોટા-મોટા ફેંસલા લેતી હતી. અચાનક જ બનોટને વિચાર આવ્યો કે, વિમાનનું ઇંધણ ખતમ થઇ જશે. જો આવું થયું તો વિમાનમાં ભાગદોડ મચી જશે અને બધા પ્રવાસીઓ હતા ના હતા થઇ જશે. નીરજાએ ફરી તેને ભારતીય હોવાની ઓળખાણ આપી હતી.

Image Source

નીરજાએ આ દરમિયાન આતંકીઓને જમવા માટે પેકેટ આપ્યું અને યાત્રાળુઓને આપાતકાલીન બારીમાંથી ઝડપથી બહાર નીકળવા માટે સમજાવ્યું. આ દરમિયાન જ વિમાનનું ઇંધણ ખતમ થઇ ગયું હતું. આ વચ્ચે નીરજાએ મોકો જોઈને વિમાનના દરવાજા ખોલી દેતા પ્રવાસીઓને પ્લેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું હતું. આ વચ્ચે અંધાધુંધ ગોળીબાર થવા લાગ્યો હતો. મોકો જોઈને પાકિસ્તાન કમાન્ડો પણ પહોંચી ગયા હતા.

કમાન્ડો અને આંતકવાદીઓના અંધાધુંધ ગોળીબાર વચચે લોકો ભાગવા લાગ્યા હતા. તો બીજી તરફ નીરજાએ આતંકીઓનો ખાતમો બોલાવતી હતી. નીરજાએ આતંકવાદીઓને પક્ષી રકધ્યાહ તા જેથી તે અન્ય કોઈને નુકસાન ના પહોચાડે.

બધા નીકળી ગયા બાદ જયારે નીરજા પ્લેનમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક જ બાળકોના રડવાનો અવાજ આવ્યો હતો. નીરજાએ રડતા બાળકોને છોડીને જવાનું ઠીક સમજ્યું ના હતું.

Image Source

નીરજા ભનોટ પરત આવતા હ બાળકોને શોધી લીધા હતા, જેવી જ તે આપતકાલીન બારી બાજુ આગળ વધી ત્યારે એક આતંકી આગળ ઉભો રહી ગયો હતો. નીરજાએ બાળકોને નીચે ધક્કો મારી દીધો હતો આતંકીએ નીરજાને ગોળીથી વીંધી નાખી હતી. એક જાણકારી અનુસાર, 17 કલાક સુધી ચાલેલા આ ધમાસાણમાં 20 લોકોના જીવ ગયા હતા. લગભગ 360 યાત્રિકઆ જીવ બચાવનાર વીરાંગના નીરજા ભનોટ પણ શહીદ થઇ ગઈ હતી. પાકિસ્તાનની ધરતી પર દુનિયાભરના 360 લોકોના જીવ બચાવનારી નીરજાને પાકિસ્તાને પણ સલામ ઠોકી હતી.

Image Source

ભારતની આ બહાદુર દીકરીને સર્વોચ્ય નાગરિક સમ્માન ‘અશોક ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકારે પણ તમગા-એ ઇન્સાનિયતથી નીરજા ભનોટને નવાજી હતી. ભારત સરકાર દ્વારા નીરજાના નામની ટિકિટ પણ બહાર પાડી હતી. મોગાના ગામ ઘલકલામાં દેશભક્ત પાર્કમાં એકમાત્ર મૂર્તિ રાખવામાં આવી હતી. આ સાથે જ તેના પર 16 ફૂટ લાંબુ જહાજ બનાવામાં આવ્યું છે.