નીરજ ચોપરાએ બધાની સામે શક્તિ મોહનને કર્યુ પ્રપોઝ, રોમેન્ટિક વીડિયોએ ચાહકોને ચોંકાવી દીધા

ઓલંપિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની ફેન ફોલોઇંગ વધતી જઇ રહી છે. આ જ કારણ છે કે, તેમની લવ લાઇફ વિશે જાણવામાં લોકો ઘણી દિલચસ્પી બતાવી રહ્યા છે. જયારથી એથલિટ નીરજ ચોપરાએ ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીત્યુ છે, ત્યારથી તેઓની પોપ્યુલારિટી છોકરીઓ વચ્ચે ઘણી વધી ગઇ છે. પરંતુ હવે એક એવી ખબર આવી રહી છે કે જે તેમના ચાહકોને વિચલિત કરી શકે છે.

હાલમાં જ નીરજ ચોપરાનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ખૂબસુરત બોલિવુડ કોરિયોગ્રાફરને પ્રપોઝ કરતા જોવા મળી રહ્યા છે. નીરજ ચોપરા રિયાલિટી શો Dance+6ના એપિસોડમાં શક્તિ મોહનને પ્રપોઝ કરતા જોવા મળ્યા. નીરજ ચોપરાને પસંદ કરનાર છોકરીઓને આ વાત જાણી જરા ઝાટકો લાગી શકે છે. પરંતુ હાલમાં નીરજનો શક્તિ મોહનને પ્રપોઝ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

મેકર્સે Dance+6નો પ્રોમો રીલિઝ કર્યો હતો, જેમમાં નીરજ ચોપરા શોની કેપ્ટન અને ખૂબસુરત કોરિયોગ્રાફર શક્તિ મોહનને પ્રપોઝ કરતા જોવા મળે છે. શક્તિ મોહન નીરજ ચોપરાને કહે છે કે નીરજ એકવાર સ્ટેજ પર આવી બતાવી દો કે પ્રપોઝ કેવી રીતે કરાય. આ સાંભળી રાઘવ જુયાલ શોકમાં રહી જાય છે. રાઘવ નીરજને કહે છે કે, તમે ભાલો ખોટી જગ્યાએ ફેંક્યો છે.

નીરજ ચોપરાની વાત કરીએ તો, ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. કેટલાક સમય પેહલા તેઓ કોન બનેગા કરોડપતિમાં નજર આવ્યા હતા. ધીરે ધીરે નીરજ જાહેરાતની ઓફર્સમાં આવવા લાગ્યા છે. હાલમાં જ તેઓ એક જાહેરાતનો ભાગ પણ બન્યા હતા, જેમાં તેમના અભિનયને એડમાયર કરવામાં આવ્યો હતો.

Shah Jina