ગોલ્ડન બોય નીરજ ચોપરા વડોદરામાં રમ્યો ગરબા, જોવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, જુઓ વીડિયો

નીરજ ચોપરાએ વડોદરામાં રમ્યો ગરબા, માતાજીની કરી આરતી અને પછી મન મૂકીને રમ્યો ગરબા, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ નવરાત્રીનો ભરપૂર માહોલ જામેલો છે, ખેલૈયાઓ નવરાત્રીમાં મન મૂકીને ઝૂમી રહ્યા છે, તો કલાકારો અને મોટા મોટા સેલેબ્સ પણ આ દરમિયાન ગુજરાતની મુલાકાતે છે અને કેટલીક જગ્યાએ તે ગરબામાં હાજરી આપી અને પોતે પણ ગરબા રમતા જોવા મળતા હોય છે. ત્યારે આ દરમિયાન વડોદરામાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી અને દેશનું નામ વધારનાર ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ આવી પહોંચ્યો હતો અને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યો હતો.

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને પીવી સિંધુ પણ હાજર રહ્યા હતા. જોકે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. ત્યારે આ પહેલા વડોદરા પહોંચી ગયેલા નીરજે બુધવારે લોકો સાથે ગરબા કર્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજે ત્યાં પહોંચીને લોકોના દિલ જીતી લીધા.

વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે જોરદાર ગરબા રમ્યા હતા નીરજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નવરાત્રીના અવસરે ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નીરજ પણ પોતાની જાતને તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહીં.

નીરજ ચોપરા માટે 2022 શાનદાર વર્ષ હતું. તેણે બે વાર ભાલા ફેંકનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો. આ પછી તેણે જ્યુરિચમાં ડાયમંડ લીગ ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વર્ષે નીરજને એકમાત્ર આંચકો ત્યારે લાગ્યો જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈજાના કારણે તેને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માંથી બહાર કરી દેવાયો. ડાયમંડ લીગની ફાઈનલ સાથે નીરજની સિઝન પૂરી થઈ ગઈ છે અને હવે તે આવતા વર્ષની ઈવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યો છે.

Niraj Patel