નીરજ ચોપડાના ગોલ્ડ મેડલ જીતવા ઉપર ગામમાં ચાલી રહી છે ભવ્ય તૈયારીઓ, માતાએ કહ્યું દીકરો ઘરે આવશે ત્યારે મારા હાથે….

ટોકિયો ઓલમ્પિકની અંદર ભારત  તરફથી પહેલો ગોલ્ડ મેડલ ભલા ફેંકની પ્રતિયોગિતામાં નીરજ ચોપડાએ દેશને આપાવ્યો, નીરજના ગોલ્ડ મેળવવાની સાથે જ આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા ઉપર પણ નીરજની જ ચર્ચાઓ ચાલી રહી છે. ચારેય બાજુ નીરજ નીરજ થઇ રહ્યું છે. ત્યારે આખો દેશ જયારે આ પ્રકારે ખુશ ખુશાલ છે તો વિચારો નીરજના પરિવારની ખુશી કેવી હશે ?

નીરજ ભારત આવી પહોંચ્યો છે. એરપોર્ટ ઉપર નીરજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેની સાથે તસ્વીર લેવા માટે લોકોની ભીડ એરપોર્ટ ઉપર ઉમટી પડી હતી. એરપોર્ટ ઉપર પણ તેની જય જય કાર થઇ. નીરજ સાંજે લગભગ 5 વાગે એરપોર્ટ ઉપર ઉતર્યો. ત્યાં પહેલા અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું. ત્યારબાદ પરિવારે તેનું સ્વાગત કર્યું.

નીરજે તેના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ પણ લીધા. ત્યારે હવે નીરજની રાહ જોવામાં પાનીપતના લોકો નજરો ટેકવીને બેઠા છે. ચર્ચા ચાલી રહી છે કે નીરજ 15 ઓગસ્ટ પછી પાનીપત જશે. ત્યારે નીરજની માતા સરોજ દેવીનું કહેવું છે કે નીરજ જયારે ઘરે આવશે ત્યારે તેને તેનું મનપસંદ ચુરમુ બનાવીને તેને ખવડાવીશ અને પાનીપતમાં તેનું સ્વાગત કરીશ.

તો નીરજની બહેન સંગીતાનું કહેવું છે કે તનેય ભાઈએ ખુબ જ મહેનત કરી છે. આ સફર સરળ નહોતી. પરંતુ હવે જયારે તેમનો ભાઈ ઇતિહાસ રચીને પરત ફરી રહ્યો હ્ચે ત્યારે પરિવાર તેનું સ્વાગત કરવા માટે તૈયાર છે. હાલ પાનીપતમાં નીરજના સ્વાગત માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે.

પાનીપતમાં તેની મનપસંદ મીઠાઈઓ અને જમવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવન અને પૂજા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. મંદિરમાં કથા કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. સંબંધીઓ પણ નીરજની એક ઝલક મેળવવા માટે ઘરે પાહકહિં રહ્યા છે. ગામના મોટા અને વૃદ્ધ લોકો પણ નીરજને આશીર્વાદ આપવાની રાહ જોઈ રહ્યા છે.

તો નીરજની બહેન પણ પોતાના ભાઈના મેડલ મળવા ઉપર ખુબ જ ખુશ દેખાઈ રહી છે. તેને પણ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભાઈના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેને એમ પણ જણાવ્યું હતું કે આખા પરિવારે નીરજનો સાથ આપ્યો હતો.

નીરજની બહેને એમ પણ જણાવ્યું કે તેની તાલીમ અને પ્રેક્ટિસ દરમિયાન પરિવારે પણ કોઈપણ વાતની ખોટ નથી રહેવા દીધી. આ ઉપરાંત નીરજ ચોપડાએ તેના નાના ભાઈ બહેનોને તાલીમ આપવા માટે ઘરમાં જ એક જિમ બનાવ્યું છે જેમાં તેના ભાઈ બહેનો તાલીમ પણ લઈ રહ્યા છે.

Niraj Patel