ખબર

નીરજ ચોપરાને શરીરસુખ નો એવો સવાલ પૂછ્યો કે ફેન્સ ભડક્યા- જુઓ નીરજે શું જવાબ આપ્યો

ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર જેલવિન થ્રોઅર નીરજ ચોપરા હવે અજીબોગરીબ સવાલોથી તંગ આવી ગયા છે. ભારત આવતા જ નીરજ ચોપરા પર સવાલોનો વરસાદ થઇ ગયો છે. હેરાનીની વાત તો એ છે કે નીરજને પૂછવામાં આવેલ સવાલ સ્પોર્ટ્સ કે ટ્રેનિંગથી નહિ પરંતુ તેની પર્સનલ લાઇફથી જોડાયેલ છે. આવા સવાલ પૂછનાર પર હવે સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાના પર પણ આવવા લાગ્યા છે.

નીરજનું એક ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં તેને એવો સવાલ પૂછવામાં આવ્યો કે નીરજ પોતે શોક રહી ગયા અને શરમથી પાણી પાણી થઇ ગયા. નીરજને પૂછવામાં આવ્યુ હતુ કે તે તેની ટ્રેનિંગ અને બીજી લાઇફ વચ્ચે કેવી રીતે બેલેન્સ બનાવે છે. આ સવાલ જાણિતા ડિઝાઇનર રાજીવ સેઠીએ કર્યો હતો. નીરજની ખૂબસુરતીના ગીત વાચતા સેઠીએ પૂછ્યુ કે, દેશના કરોડો લોકો એ જાણવા માંગે છે આ માટે હું પણ તમને પૂછવા માંગુ છુ કે તમે તમારી એથલિટ ટ્રેનિંગ અને સેક લાઇફને કેવી રીતે બેલેન્સ કરો છો.

તેમણે આગળ કહ્યુ કે, હું જાણુ છુ કે આ બહુ મોટો સવાલ છે પરંતુ તેની પાછળ એક ગંભીર સવાલ છૂપાયેલો છે. આ સવાલ સાંભળતા જ નીરજ અસહજ થઇ ગયા હતા. તેમની પાસે સવાલનો કોઇ જવાબ હતો નહિ અને તે સોરી સર સોરી સર કહેતા જ રહી ગયા.

નીરજે કહ્યુ કે, મેં સોરી બોલી દીધુ છે હવે તમને તેનાથી સમજી શકો છો. જો કે, તે બાદ પણ સેઠી રોકાયા નહિ અને તેમણે ફરી નીરજને આ સવાલ પૂછયો. આ પર ઇન્ટરવ્યુ મોડરેટરે કહ્યુ કે, નીરજ આ સવાલનો જવાબ આપવા નથી માંગતા પછી સેઠીએ કહ્યુ કે, હું જાણતો હતો કે નીરજ આનો જવાબ નહિ આપે, તે બાદ નીરજ બોલ્યા કે પ્લીઝ સર ! તમારા સવાલોથી મારુ મન ભરાઇ ગયુ છે.

ગોલ્ડન બોય સાથે આવો સવાલ કરવો સેઠીને ભારે પડી ગયો. પોતાના ગમતા એથલિટ સાથે અજીબોગરીબ સવાલ પૂછવા પર સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો. આ પર એક યુઝરે લખ્યુ કે, રાજીવ સેઠી કરણ જોહરની જેમ નીરજને તેની સેક લાઇફ પર સવાલ પૂછી રહ્યા છે પરંતુ નીરજે હાર્દિક પંડ્યાની જેમ તેમના સવાલનો જવાબ આપવાની ના કહી તેમને નિરાશ કરી દીધા.

ઘણા યુઝર્સે તો સેઠી સાથે સાથે એ મીડિયા હાઉસને પણ ખરી ખોટી સંભળાવી જેના પ્લેટફોર્મ પર સેઠીએ આવો સવાલ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, જયારે છેલ્લા મહિને નીરજ ચોપરા ભારત આવ્યા હતા ત્યારે એક રેડિયો ચેનલ પર તેમનું ઇન્ટરવ્યુ ઘણુ ચર્ચામાં રહ્યુુ હતુ. આ ઇન્ટરવ્યુના એક વીડિયો ક્લિપમાં નીરજના સામે રેડિયો ચેનલની જોકી સહિત કેટલીક છોકરીઓ ડાંસ કરતી જોવા મળી હતી.