63 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ નાઇટી પહેરી બનાવ્યો એવો વીડિયો કે મચી ગઇ ખલબલી- જુઓ વીડિયો

63ની ઉંમરે નાઇટી પહેરી નીના ગુપ્તાએ બનાવી લીધો એવો વીડિયો, થઇ ગયો વાયરલ

દિગ્ગજ અદાકારા નીના ગુપ્તા તેના બેબાક અંદાજ અને બિંદાસ એક્ટિંગ માટે ઘણી મશહૂર છે. નીના ગુપ્તા ફેશનની ખાસ્સી શોખીન છે અને 63 વર્ષની ઉંમરે પણ તેના લુક્સ પ્રશંસા મેળવે છે. નીના ગુપ્તા અવાર નવાર તેના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ પણ થાય છે. ત્યારે ફરી એકવાર નીના ગુપ્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નીના ગુપ્તાના આ વીડિયોની વાત કરીએ તો તેમાં તે પર્પલ સ્ટ્રેપી નાઈટીમાં જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે.

આ સાથે તે દાળ મોકલવા બદલ શેફ વિકાસ ખન્નાનો આભાર માનતી જોવા મળે છે. નીના ગુપ્તાએ આ વીડિયો ખાસ વિકાસ ખન્નાનો આભાર માનવા માટે બનાવ્યો છે. આ સાથે નીનાએ એ પણ જણાવ્યું કે તેને આ દાળ ખૂબ જ પસંદ આવી. જણાવી દઈએ કે નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે એક કરતા વધુ બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. વર્કઆઉટથી લઈને ડાન્સ સુધી,

નીના ગુપ્તા તેના બધા જબરદસ્ત વીડિયો ચાહકો સાથે શેર કરે છે, જે વાયરલ પણ થાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો નીના ગુપ્તા છેલ્લે મલ્ટી સ્ટારર ફિલ્મ ઉંચાઈમાં જોવા મળી હતી. નીના ગુપ્તાને ટીવી જગતમાં વર્ષ 1985માં ટીવી શો “ખાનદાન” થી સૌથી મોટો બ્રેક મળ્યો, ત્યારબાદ તેણે યાત્રા (1986), ગુલઝાર મિર્ઝા સાહિબ ગાલિબ (1987), ટીવી મીની-સિરીઝ વગેરે કરી. આ સિવાય તેણે દર્દ (1994 ડીડી મેટ્રો), ગુમરાહ (1995 ડીડી મેટ્રો), સાંસ (સ્ટાર પ્લસ), સાત ફેરે: સલોની કા સફર (2005), ચિઠ્ઠી (2003), મેરી બીવી કા જવાબ નહીં (2004),

ઔર કિતની મોહબ્બત હૈ (2009)માં કામ કર્યું હતું. આ સિવાય તે જસ્સી જૈસા કોઈ નહીમાં પણ જોવા મળી હતી, આ શોમાં તેનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. નીના ગુપ્તાએ ગાંધી (1982), જેમાં તેમણે મહાત્મા ગાંધીની ભત્રીજી, ધ મર્ચન્ટ આઇવરી ફિલ્મ ધ ડીસીવર (1988), મિર્ઝા ગાલિબ (1989), ઇન કસ્ટડી (1989), 1993), અને કોટન મેરી (1999) સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

Shah Jina