61 વર્ષની અભિનેત્રીએ કર્યો ધડાકો કહ્યું… મારા પિતા જ ‘મારા’ બોયફ્રેન્ડ હતા, ખોલી દીધા મોટા મોટા રાજ- જાણો
80ના દાયકાથી લઇને અત્યાર સુધી બોલિવુડમાં તેના અભિનયથી લોકોનું દિલ જીતનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા મહિલા સશક્તિકરણનું એક પરફેક્ટ ઉદાહરણ છે. નીનાએ એ સમયે દીકરી મસાબાને જન્મ દઇને એકલી માતા બનવાનો નિર્ણય કર્યો હતો. જયારે લવ મેરેજને ખરાબ માનવામાં આવતા.
નીના ગુપ્તાએ ફિલ્મ “બધાઇ હો”થી ધમાકેદાર વાપસી કરી હતી. હવે નીનાની ફિલ્મ “સરદાર કા ગ્રૈંડસન” રીલિઝ થઇ છે. નીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, એક સમયે તે ખૂબ જ એકલતાથી ઝઝૂમી રહી હતી.
નીનાએ કહ્યુ કે, તે ઘણા વર્ષો સુધી એકલી હતી. આ દરમિયાન તેમની પાસે કોઇ પતિ કે બોયફ્રેન્ડ ન હતો. નીનાએ કહ્યુ, મારા જીવનમાં ઘણીવાર આવુ થઇ ચૂક્યુ છે. કારણ કે કેટલાક વર્ષો સુધી મારા પાસે બોયફ્રેન્ડ કે પતિ ના હતા. સાચી વાત તો એ છે કે જયારે મને કોઇ કામ ના મળી રહ્યુ ત્યારે ઘરમાં મારા પિતા જ મારા બોયફ્રેન્ડ બની ગયા હતા.
હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં નીનાએ તેમના જીવન સાથે જોડાયેલ રાઝને ખોલ્યા છે. નીના કહ્યુ કે, તેમણે કયારેય એકલતાને જીવી નથી અને કયારેય અતીતને પોતાના પર હાવી થવા દીધુ નથી. આ જ માટે હંમેશા આગળ વધવામાં તેઓ કામયાબ રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, સિગિંગ રિયાલીટી શો ઇંડિયન આઇડલ 11માં પહોંચેલી નીના ગુપ્તાએ જણાવ્યુ કે, મારા પિતા હંમેશા મારી સાથે ઊભા રહ્યા, તેમણે જ મસાબાને ઉછેરવામાં પણ મદદ કરી. નીનાએ આગળ જણાવ્યુ કે, મારા પિતાએ મારી દીકરીના ઉછેરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તે માત્ર મારી મદદ કરવા માટે મુંબઇ રહેવા આવ્યા હતા.
નીના ગુપ્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમની ફિલ્મ “સરદાર કા ગ્રૈંડસન” ઓટીટ પ્લેટફોર્મ પર રીલિઝ થઇ છે. તેમાં લીડ રોલમાં અર્જુન કપૂર અને રકુલ પ્રિત સિંહ છે. નીના અભિનયની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
નીનાની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે કબીર ખાનની ફિલ્મ “83” અને “ડાયલ 100″માં જોવા મળશે.