જુગાડમાં તો કોઇ જ ના કરી શકે આપણો મુકાબલો, આ વ્યક્તિએ બનાવી દીધી એવી મશીન કે તમે પણ માથુ ખંજવાળતા રહી જશો

વ્યક્તિએ મગજના ઘોડા દોડાવી બનાવી એવી મશીન કે, મચ્છર-કીડી ભગાવવાનો રામબાણ ઇલાજ

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાંના કેટલાક તો એવા જુગાડવાળા હોય છે કે તે સોશિયલ મીડિયા પર છવાઇ જતા હોય છે. તમે જોયુ હશે કે જો તમારા ઘરમાં મચ્છર હોય તો તમારા ઘરના કોઇ સભ્ય લીમડાનો ઘુમાડો કરતા હોય છે. તેમ ગામમાં મચ્છર અને કીડી-મકોડા માત્ર લોકોને જ નહિ પરંતુ જાનવરોને પણ પરેશાન કરે છે. જાનવરોને તેનાથી બચાવવા માટે ગામના લોકો લીમડાના ધુમાડાનો ઉપયોગ કરે છે.

પરંતુ લીમડાનો ધુમાડો ફેલાવવા માટેનો આ અંદાજ તમે ક્યારેય નહિ જોયો હોય. કેટલાક લોકો તેને દેશી જુગાડ કહી રહ્યા છે તો કેટલાક હાઇટેક મશીન. આ વીડિયોમાં ગાય અને ભેંસને બાંધેલી જોઈ શકાય છે. અહીં એક પંખો પણ જોવા મળી રહ્યો છે. જેની મદદથી લીમડાનો ધુમાડો પ્રાણીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો આ દેશી જુગાડના ફેન બની ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ઈનોવેશનમાં આપણો કોઇ મુકાબલો ન કરી શકે. માત્ર 30 સેકન્ડના આ વીડિયોએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. પ્રાણીઓએ વારંવાર તેમની પૂંછડીઓમાંથી જંતુઓ દૂર કરવા પડે છે. પરંતુ આ પ્રાણીઓના માલિકે તેમને પરેશાન થતા બચાવ્યા અને આવા દેશી જુગાડને અંજામ આપ્યો. આ વ્યક્તિએ લીમડાના પાનનો ધુમાડો ચારે તરફ ફેલાવી દીધો હતો.

આ વિડિયો જોયા પછી ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા ન હતા. આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો વખત લાઈક અને રીટ્વીટ કરવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સે તેને જંતુઓના નિશાનને દૂર કરવા માટેનું મશીન પણ ગણાવ્યું છે.

Shah Jina