ખબર

કોરોનાનો અંત બનશે લીમડો ? ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે હ્યુમન ટ્રાયલ

દેશમાં દિવસ-દિવસે કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત દરરોજ કોરોનાના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા દેશો કોરોનાની રસી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ તેને સફળતા હાંસિલ નથી થઇ. કોરોનાનો ઈલાજ કરવા માટે સંશોધક અને ડોક્ટરોની ટિમ રાત-દિવસ તનતોડ મહેનત કરી રહી છે. વચ્ચે આયુર્વેદ પણ લગાતાર પ્રયોગ કરી રહ્યું છે.

Image source

હાલમાં જ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂયટ ઓફ આયુર્વેદા (AIIA)એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે કરાર કર્યા છે. આ બંને સંસ્થા આ સંશોધન કરશે કે કોરોના સામે લડવા માટે લીમડો કેટલો કારગર છે. આ પરીક્ષણ ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે.

AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય સંશોધક રહેશે. ડો.તનુજા સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ આ સંશોધનમાં ભાગ લેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.

Image source

આ ટીમ લીમડાનું તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલો કારગર છે તે માટે 250 લોકો પર પરીક્ષણ કરશે. આ સંશોધનમાં જાણી શકાશે કે લીમડાની કેપ્સ્યુલ્સ કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને કેટલી અસરકારક છે.

આ માટે જ લોકો પર કેપ્સ્યુલનું ટ્રાયલ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ કરવામાં આવી ચુકી છે. આ પ્રક્રિયામાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ દર્દીઓની 28 દિવસ સુધી તપાસ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજાશે.

આ દરમિયાન ટ્રાયલમાં શામેલ લોકોના નાક અને મોંમાંથી સેમ્પલો લઈને કોરોનાની તપાસ કરવામાં આવશે. જો કોઈ પોઝિટિવ જોવા મળે છે, તો સંબંધિત વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસની અસરની તપાસ કરવામાં આવશે. એવો અંદાજ છે કે સર્વેક્ષણ કરનાર વ્યક્તિમાં વાયરલ લોડ ઓછો થશે. હ્યુમન ટ્રાયલના પહેલા ચરણની શરૂઆત 7 ઓગસ્ટથી શરૂ થઇ ગઈ છે.

Image source

નિસર્ગ બાયોટેકના સ્થાપક અને સીઈઓ ગિરીશ સોમાને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોના નિવારણમાં અસરકારક એન્ટિવાયરલ દવા સાબિત થશે.

આયુષ મંત્રાલય પણ માને છે કે લીમડો કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે. આ કારણે લીમડા પર સંશોધન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લીમડામાં એન્ટીબાયોટીક્સની નોંધપાત્ર માત્રા હોય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.