શાહિદ કપૂરની માતાએ છૂટાછેડાના 36 વર્ષ બાદ ખોલ્યું પતિથી અલગ થવાનું રહસ્ય

છૂટાછેડાના 36 વર્ષ પછી અચાનક શાહિદ કપૂરની મમ્મીનો મોટો ખુલાસો

બૉલીવુડ એક એવી દુનિયા છે જ્યાં લગ્ન અને છૂટાછેડા થવા ખુબ જ સામાન્ય બાબત માનવામાં આવે છે. કારણ કે આ માયા નગરીમાં જેટલા જલ્દી સંબંધો બને છે, તેટલા જ જલ્દી તૂટી પણ જાય છે. પરંતુ એક સંબંધ તૂટ્યા બાદ ઘણી જ યાદો રહી જાય છે, જે ક્યારેય ખતમ નથી થતી.

આવા જ એક દર્દનો અનુભવ કરાવી રહ્યા છે બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરની મા અને પંકજ કપૂરની પહેલી પત્ની નીલિમા અજીમ. જે 36 વર્ષ પહેલા અલગ થઇ ચુક્યા હતા. આ 36 વર્ષમાં નિલીમાએ પંકજ કપૂરને છૂટાછેડા આપ્યા બાદ બે લગ્ન કર્યા. હાલમાં જ તેને પોતાના પહેલા છૂટાછેડાને લઈને ખુલાસો કર્યો છે.

શાહિદ કપૂરની મા નીલિમા અજીમે એક ઇન્ટરવ્યૂની અંદર પોતાના છૂટાછેડાને લઈએં અને સિંગલ મધર તરીકે દીકરાની સાર-સાંભળને લઈને ઘણી વાતો શેર કરી છે.

તેને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે: “હું અલગ થાવ નહોતી ઇચ્છતી, પરંતુ પંકજ કપૂર સાથે રહેવું પણ મુશ્કેલ હતું. અમારી મિત્રતા ત્યારથી હતી જયારે હું 15 વર્ષની હતી. પરંતુ શાહિદના જન્મના ત્રણ વર્ષ બાદ અમે એકબીજાથી અલગ થાવનો નિર્ણય કરી લીધો.”

નીલિમા અને પંકજે વર્ષ 1979માં એકબીજાની સહમતીથી લગ્ન કર્યા. જેના 3 વર્ષ બાદ 1981માં શાહિદ કપૂરનો જન્મ થયો અને 1984માં નીલિમા અને પંકજના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને એકબીજાથી અલગ થઇ ગયા.

ત્યારબાદ નીલિમાએ 1991માં રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ વધારે લાંબો સમય સુધી ચાલ્યા નહીં. અને ઈશાન ખટ્ટરના જન્મ બાદ 2001માં બંને અલગ થઇ ગયા. ત્યારબાદ નિલીમાએ 2004માં રજા લગ્ન કર્યા અને તે પણ 2009માં તૂટી ગયા.

તો બીજી તરફ નીલિમા સાથે છૂટાછેડા થયા બાદ પંકજ કપૂરે 1989માં અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કરી લીધા. પંકજ અને સુપ્રિયાના બે બાળકો પણ છે. દીકરાનું નામ રુહાન કપૂર અને દીકરી સના કપૂર છે. સના ફિલ્મ “શાનદાર”માં કામ કરી ચુકી છે.

નીલિમાએ જણાવ્યું કે “મારા પહેલા છૂટાછેડા મારા જીવનનો સૌથી ખોટો નિર્ણય હતો. કારણ કે 3 વર્ષના શાહિદને લઈને અલગ થવું ખુબ જ મુશ્કેલ હતું.” તેને જણાવ્યું કે “મેં છૂટાછેડા બાદ મિત્રો અને પરિવારની મદદ દ્વારા વાપસી કરી. મને લગ્ન તૂટવાના દર્દમાંથી બહાર નીકળવામાં થોડો સમય લાગ્યો  પરંતુ થોડા વર્ષો બાદ હું આ સદમામાંથી બહાર આવી ગઈ. કારણ કે શાહિદ મારી પાસે હતો અને આજ મારા જીવવાની સૌથી મોટી તાકાત બનીને બહાર આવ્યો. સમયની સાથે શાહિદે તેની માતાનો પૂરો સપોર્ટ કર્યો. આજે નીલિમા પોતાના દીકરા શાહિદ સાથે રહે છે.

 

Niraj Patel