જીવનશૈલી મનોરંજન

ત્રણ લગ્ન અને ત્રણ છૂટાછેડા, સંઘર્ષો ભરી રહી શાહિદ કપૂરની માં નિલીમા અજીમની જિંદગી

કબીર સિંહની મમ્મીના જીવનના સિક્રેટ્સ…

શાહિદ કપૂરની માં નીલિમા અઝીમ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. નિલીમાનો જન્મ 2- ડિસેમ્બર 1958 ના રોજ દિલ્લીમાં થયો હતો.નિલીમાએ પોતાની કારકિર્દીમાં સલીમ લંગડે પે મત રો, સડક, સૂર્યવંશમ, ઇશ્ક વિશ્ક, બ્લેકમેલ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

આજના દિવસે નીલિમા 62 વર્ષની થઇ ચુકી છે, તેના જન્મદિવસના ખાસ મૌકા પર આજે અમે તમને નીલિમાના સંઘર્ષો ભરેલા જીવન વિશે જણાવીશું.

Image Source

નીલિમા ટીવી શો માં પણ કામ કરી ચુકી છે અને તે એક કથક ડાન્સર પણ છે. તેણે ફેમસ ડાન્સર બિરજુ મહારાજ અને મુન્ના શુક્લા પાસેથી ડાન્સ ટ્રેનિંગ લીધી હતી. નિલીમાએ વર્ષ 1979 માં અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

નીલિમા માત્ર 15 વર્ષની જ હતી જ્યારે તેની મુલાકાત પંકજ કપૂર સાથે થઇ હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરી લીધા. લગ્નના અમુક સમય પછી અભિનેતા શાહિદ કપૂરનો જન્મ થયો હતો, જ્યારે શાહિદ ત્રણ વર્ષના હતા ત્યારે બંન્નેએ અમુક વ્યક્તિગત કારણોને લીધે અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Image Source

નિલીમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”પતિથી અલગ થવાનો મારો નિણર્ય ન હતો. જો કે પંકજ પાસે મારાથી અલગ થવાનું પોતાનું કારણ હતું. તે તો પોતાના જીવનમાં આગળ વધી ગયા અને મારા મુશ્કિલ સમયમાં મારો સાથ મારા મારા દીકરા શાહિદ કપૂરે આપ્યો હતો”.

Image Source

નિલીમાથી અલગ થયા પછી પંકજ કપૂરે વર્ષ 1988 માં અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતા અને તેના બે બાળકો સના કપૂર અને રુહાન કપૂરના જન્મ થયા. શાહિદ કપૂરની ફિલ્મ શાનદારમાં સના કપૂર જોવા મળી હતી.

Image Source

જ્યારે બીજી બાજુ નિલીમાએ વર્ષ 1990 માં ટીવી કલાકાર રાજેશ ખટ્ટર સાથે લગ્ન કરી લીધા અને અભિનતા ઈશાન ખટ્ટરનો જન્મ થયો હતો.જો કે વર્ષ 2001 માં પણ નીલિમા અને રાજેશ અલગ થઇ ગયા.

Image Source

જેના પછી વર્ષ 2004 માં નિલીમાએ રજા અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને પાંચ વર્ષ પછી નીલિમાના ત્રીજી વાર છૂટાછેડા થયા. હાલ નીલિમા પોતાના દીકરા શાહિદકપૂર સાથે રહે છે. નિલીમાએ કહ્યું કે આ બધાથી પસાર થયા પછી જીવન જીવવાનો કોઈ હેતુ જોઈતો હતો અને તે હતો ‘શાહિદ’. નીલિમાનું કહેવું છે કે શાહિદે જ તેને જીવન જીવવા માટે પ્રેરિત કરી હતી.