મનોરંજન જગતથી આવ્યા વધુ એક દુખદ સમાચાર , આ દિગ્ગજ અભિનેત્રીના પિતાનું થયુ નિધન, શેર કરી ઇમોશનલ નોટ

હમ સાથ સાથ હૈ ફેમ અભિનેત્રી નીલમ કોઠારીના પિતા શિશિર કોઠારીનું નિધન થયું છે. અભિનેત્રીએ તેના પિતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આની જાણકારી આપી છે. આ સાથે નીલમે તેના પિતા માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે. નીલમ કોઠારીએ 14 નવેમ્બરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.નીલમ કોઠારીએ પિતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા છે. તેણે લખ્યું છે કે, તમે મારી તાકાત હતા. હું તમને ખૂબ જ યાદ કરીશ. તમારી આત્માને શાંતિ મળે.’

નીલમના પતિ અને અભિનેતા સમીર સોનીએ પણ એક ઈમોશનલ નોટ લખી છે. તેમણે લખ્યું, ‘તમારી આત્માને શાંતિ મળે, તમે તમારું જીવન કિંગ સાઈઝ જીવ્યું છે. તમને ખૂબ જ યાદ કરીશ.” મિત્રો અને ચાહકો નીલમની પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.જુહી ચાવલાએ પણ શ્રદ્ધાંજલિ આપી છે.

નીલમની આ પોસ્ટ પર જુહી ચાવલા, સોફી ચૌધરી, સુઝૈન ખાન, સંજય કપૂર, મહીપ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓએ દિલાસો વ્યક્ત કર્યો છે. જુહીએ લખ્યું- ‘તમારા અને તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે. ફરાહ ખાન અલીએ લખ્યું- ‘તેમને મિસ કરીશ. તે ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા અને તેમની સાથે મારી ઘણી યાદો છે. સેલેબ્સ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સે પણ નીલમ કોઠારીના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં અભિનય કરનાર નીલમ કોઠારીએ લગભગ બે દાયકા પહેલા પોતાની એક્ટિંગ કરિયરમાંથી બ્રેક લીધો હતો. નીલમ કોઠારી હવે જ્વેલરી ડિઝાઇનર છે. ગયા વર્ષના નેટફ્લિક્સ શો ‘ધ ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’માં નીલમ કોઠારી, મહિપ કપૂર, સીમા ખાન અને ભાવના પાંડે સાથે જોવા મળી હતી. નીલમ કોઠારીએ અભિનેતા સમીર સોની સાથે લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી પણ છે.

નીલમ કોઠારીએ 1984માં ફિલ્મ જવાનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે લવ 86, સિંદૂર, ખુદગર્જ, કિલિંગ, ફર્ઝ કી જંગ, માઈટી, દો પ્રિઝનર્સ, આગ હી આગ, પાપ કી દુનિયા, ખતરોં કે ખિલાડી, બિલ્લુ બાદશાહ, ઘર કા ચિરાગ, મિટ્ટી અને સોના જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે ફિલ્મ હમ સાથ સાથ હૈમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા વર્ષોના વિરામ પછી, તે છેલ્લે ફેબ્યુલસ સાઇફ ઓફ બોલિવુડ વાઇફ્સમાં જોવા મળી હતી.

થોડા વર્ષો સુધી ફિલ્મો કર્યા પછી, તે ફેમીલી બિઝનેસમાં જોડાઇ ગઇ હતી. હવે તે જ્વેલરી બિઝનેસમાં ખૂબ જ સક્રિય છે. તેમના પિતા શિશિર કોઠારી જ્વેલરી ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ હતા.

Shah Jina