કેરળના કોચીમાંથી કમકમાટી ભર્યો મામલો સામે આવ્યો છે. અહીંના પટ્ટીમટ્ટમ, પેરુબંવરના મૂળનિવાસી બિનશાહ અને ફાતિમાના એક વર્ષના બાળકને ખુબ ઉધરસ થઇ હતી, શરૂઆતમાં તો તેઓને લાગ્યું કે તે સાધારણ ઉધરસ છે માટે તેઓ ઉધરસની દવા આપતા રહ્યા છતાં પણ ઉધરસ બંધ ન થઇ અને તેઓ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરોને તેની ઉધરસ સાધારણ ન લાગી જેના બાદ તેનો એક્સરે લેવામાં આવ્યો તો ખુબ જ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો હતો.
જેના બાદ માલુમ પડ્યું કે બાળકના ફેફસામાં નેકલેસનો ટુકડો ફસાઈ ગયો છે, એવામાં ગત મંગળવારે ડો ટિંકુ જોસેફ, ચીફ ઇન્ટરનેશનલ પલ્મોનોલોજીસ્ટના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક ફેફસાના ઉપરના લોબમાથી નેકલેસની બીડ બ્રોન્કોસ્કોપી દ્વારા સફળતા પૂર્વક બહાર કાઢી હતી. ઓપરેશનની પ્રક્રિયા લગાતાર 30 મિનિટ સુધી ચાલી હતી અને 24 કલાક બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે બાળકે રમતા રમતા ભૂલથી આ નેકલેસનો ટુકડો મોમાં મૂકી દીધો હતો,આ બાબતથી માતા-પિતા એકદમ અજાણ હતા અને તેઓ જાણતા ન હતા કે આખરે આ કેવી રીતે થયું. બ્રોન્કોસ્કોપી એવી પ્રકિયા છે જેનો ઉપીયોગ વિભિન્ન વાયુમાર્ગ વિકારોના નિદાન અને ઉપચાર માટે કરવામાં આવે છે.

બાળકને એક અઠવાડિયાથી વારંવાર છાતીમાં સંક્ર્મણ થવાનો ઇલાજ કરતા એક્સરે લેવામાં આવ્યો જેમાં ડોક્ટરોને સંદિગ્ધ બાહ્ય પદાર્થની ઉપસ્થિતિ દેખાઈ હતી. ડોક્ટર ટિંકુ જોસેફે કહ્યું કે,”પ્રભાવિત બાહ્ય પદાર્થ વારંવાર છાતીમાં સંક્ર્મણનું કારણ હતો,જેનાથી બાળક પીડિત હતું.ઓપરેશન 30 મિનિટ સુધી ચાલ્યું અને 24 કલાક બાદ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ બાહ્ય પદાર્થને બહાર કાઢવું મુશ્કિલ કામ હતું”.
Doctors remove piece of necklace from lungs of one-year-old child in Kerala’s Kochi
Read @ANI Story | https://t.co/S74QjB32Fv#doctors #Kerala #InterventionalPulmunology #RigidBronchoscopy pic.twitter.com/69nl9IRqdt
— ANI Digital (@ani_digital) June 7, 2022