રંગીલા રાજકોટમાં વધુ એક હત્યા, કોથળમાં બંધ સાધુની લાશ મળી, ચહેરાને પથ્થર મારીને એવો છૂંદી નાખવામાં આવ્યો કે ઓળખ કરવી પણ મુશ્કેલ

સાધુએ યુવતી સાથે એવું તો શું કર્યું કે રંગીલા રાજકોટની બાવરી યુવતીએ સાધુની હત્યા કરી નાખી? જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને લૂંટના ઢગલાબંધ બનાવો સામે આવી રહ્યા છે. અને તેમાં પણ રંગીલું રાજકોટ ગુનાહિત પ્રવત્તિઓમાં સતત આગળ વધી રહ્યું છે, રાજકોટમાં છેલ્લા થોડા સમયથી જ મારામારી અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલ રંગીલા રાજકોટમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસ સ્ટેશન હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લાશનું મોઢું એ રીતે છૂંદી નાખવામાં આવ્યું હતું કે તેની ઓળખ કરવી પણ પોલીસ માટે મુશ્કેલ થઇ ગયું.

જે બાદ એસીપી ક્રાઇમ અને યુનિવર્સીટી PI AS ચાવડા અને PSI D V બાલાસરાની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલ મૃતદેહનું ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુનિવર્સિટી પોલીસે ઘટનાને લઇને આસપાસનાં આશ્રમોમાંથી ગુમ થયેલા સાધુની વિગતો એકત્ર કરી મૃતક સાધુની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહનાં શરીર પર અને મોં પર ગંભીર ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવશે તેમજ આસપાસમાં CCTV ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ મામલામાં હાલ ઘંટેશ્વર પાસે ખુલી જગ્યામાં રહેતા પતિ-પત્નિએ હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. યુનિ. પોલીસે આ હત્યામાં સંડોવાયેલા દંપતિને પોલીસે સકંજામાં લઇ ઉલટ તપાસ શરૂ કરી છે. છેડતી મુદ્દે થયેલી હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે બંનેની અલગ અલગ પુછપરછ કરવામાં આવી રહી છે

Niraj Patel