ખબર

જામનગરમાં ભારે વરસાદને પગલે NDRFની ટીમ દ્વારા કરવામાં આવ્યુ દિલધડક રેસ્કયુ, જુઓ વીડિયો

ગજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે, ત્યારે  જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી વરસી રહેલ ભારે વરસાદને પગલે સ્થિતિ ઘણી બેકાબૂ થઇ ગઇ છે. અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જામનગરના છેવાડાના વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે. આ અંગેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ભારે વરસાદને કારણે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.

જામનગરના કાલાવડમાં મેઘતાંડવને કારણે ભારે તારાજી સર્જાઇ છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઇ ગઇ કે ગામના લાકોને NDRFની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે. રાજકોટથી જામનગર જવાનો રસ્તો બંધ થઇ ગયો છે,  આ સાથે જ અહીં વાહનોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. જામજોધપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદને કારણે ભયંકર સ્થિતિ છે. અહીં 20થી 22 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં વરસાદને પગલે વહીવટી તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યુ છે. રેસ્કયુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. I20 કારમાં ફસાયેલા 3 લોકોમાંથી 1નું રેસ્કયુ કરી લેવામાં આવ્યુ છે. SDRFની ટીમ પણ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી  છે. જળાશયોમાં પાણીની સપાટી પણ ઊંચી આવી રહી છે. ભાદર ડેમમાં સૌથી વધુ પાણીની આવક થઇ છે. હજુ પણ લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે.

જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે ગઇકાલે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે.

રાજકોટના લોકો સલામત રહે તે માટે પોલીસે અભિયાન છેડ્યું છે. પોલીસે શહેરમાં ફરતા લોકોને ઘરમાં તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. રાજકોટમા ઠેર ઠેર પાણી ભરાયા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.