ખબર

હરણને બચાવવા માટે સેનાનો જવાન નદીમાં કૂદી ગયો,પછી જે થયું એ જાણીને તમને પણ ગર્વ થશે

કેરળમાં એક પ્રેગ્નેન્ટ હાથણીને મારી ફટાકડાવાળું અનાનસ ખવડાવી દેવાથી તેનું મોત થયું હતું. જેને લઈને દેશવાસીઓ પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે ભારતીય સેનાના જવાનોએ ગજબનું કામ કર્યું છે.
અરુણાચલ પ્રદેશમાં સેનાના જવાનોએ એક ગજબનું કામ કર્યું છે. અરુણાચલ પ્રદેશમાં સેનાના જવાનોએ નદીમાં ડૂબી રહેલા એક હરણને બચાવી લીધું હતું. મહત્વની વાત છે કે, આ હરણ ગર્ભવતી હતું. આ સાર્થે જ આ પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આ ઘટના 2 જુનની છે.

Image source

ભારતીય સેનાના પૂર્વ કમાન્ડએ ટ્વીટ કરીને આ વાત વિશે જણાવ્યું હતું. ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ દ્વારા 2 જૂનના રોજ એક હરણને જાંઈડીંગ નદીમાં ડૂબતા બચાવ્યું હતું. કુર્દ વનવિભાગ દ્વારા તેનો પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો. આ બાદમાં તેને ઇગલ્સ નેસ્ટ વાઇલ્ડલાઇફ અભ્યારણ્યમાં છોડી દેવામાં આવ્યું હતું.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, સેનાના એક દળ પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું. આ દરમિયાન તેને એક હરણને પાણીમાં ડુબતું જોયું હતું. જવાને તુરંત જ પાણીમાં કૂદીને હરણને બહાર કાઢી લીધું હતું. બાદમાં વનવિભાગને આ ખબર આપવામાં આવી હતી. વનવિભાગની તપાસમાં બાહર આવ્યું હતું કે, હરણ પ્રેગ્નેન્ટ છે.

વનવિભાગે હરણના જીવ બચાવવા સેનાની પ્રશંસા કરી છે. શેરગાંવ ફોરેસ્ટ ડિવિઝનના અધિકારી મિલો તાશેરે કહ્યું કે તેમની પાસે કોઈ વ્યક્તિના વર્તનને ન્યાય કરવાની ક્ષમતા નથી. પરંતુ એવું લાગે છે કે આર્મી સૈનિકોમાં ફસાયેલા જીવોને મદદ કરવાની સહજ ગુણવત્તા છે.

Image source

તે હરણની એક પ્રજાતિ છે. જ્યારે નજીકમાં કોઈ શિકારી હોય, ત્યારે તેનો અવાજ કૂતરાના ભસવાની જેમ બહાર આવે છે. આથી તેને બાર્કિંગ ફિયર અથવા બાર્કિંગ હરણ કહેવામાં આવે છે. આમતો તેમનું નામ મુતઝેક છે. આ હરણનો શિકાર થાય છે. જેના કારણે તે ખતરામાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.