ફિલ્મી દુનિયા

NCWએ મહેશ ભટ્ટ, મોની રોય સહીત 6 સેલેબ્સને આપી નોટિસ, યૌન ઉત્પીડન મામલામાં દાખલ કરાવવા પડશે જવાબ

અભનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માથે એક સંકટ મંડરાઈ રહ્યું છે, અભિનેતાની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા બધા દબાઈ ગયેલા રહસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા મહેશ ભટ્ટ, ઉર્વશી રૌતેલા, ઈશા ગુપ્તા, રણવિજય સિંહ, મોની રોય અને પ્રિન્સ નરુલા વિરુદ્ધ માનસિક અને યૌન શોષણના મામલામાં નોટિસ ફટકારવામાં આવી છે.

Image Source

બી ટાઉનની આ હસ્તીઓને સામાજિક કાર્યકર્તાઓ અને પ્રિ ફોર ઇન્ડિયાની સંસ્થાપક, યોગિતા ભાયનાને સાક્ષીના રૂપમાં જવાબ દાખલ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. યોગિતા ભાયનાએ આઇએમજી વેન્ચર્સના પ્રમોટર સની વર્મા વિરિદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

Image Source

સની વર્મા વિરુદ્ધ મોડેલિંગ અને પ્રોજેક્ટ આપવવાના બહાને છોકરીઓને બ્લેકમેલ કરવા અને યૌન ઉત્પીડનના આરોપમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદના આધારે ઘણી છોકરીઓ સની વર્મા અને તેના સાથીઓના તરફથી યૌન અને માનસિક હુમલાનો શિકાર બની છે.

એક  ટ્વિટની અંદર NCWએ લખ્યું છે કે “બધા જ સંભવ તરીકાના માધ્યમ દ્વારા આયોગની સામે હાજર થવાના નિર્દેશ છતાં પણ આ બધા જ લોકોએ ના તો પ્રતિક્રિયા આપવાની જહેમત ઉઠાવી છે ના નિર્ધારતી બેઠકમાં ભાગ લીધો છે.

NCQ દ્વારા બીજી એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે: “એનસીડબ્લ્યુએ તેમની ગેર ઉપસ્થિતિ ઉપર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. બેઠક આગળની તારીખ એટલે કે 18 ઓગસ્ટ સવારે 11:30 વાગ્યા માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તમને ફરીથી ઔપચારિક નોટિસ મોકલવામાં આવશે અને અનુપસ્થિત રહેવા ઉપર અમારી પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

વિશેષ ફિલ્મ દ્વારા પહેલા મહેશ ભટ્ટના તરફથી આઇએમજી ઉપક્રમોની સાથે પોતાની ભાગીદારી વિષે સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું. જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે મહેશ ભટ્ટના જોડાવવાની અફવાઓ સંપૂર્ણ રીતે ખોટી છે.

વિશેષ ફિલ્મના વકીલ નાયકે જવાબમાં કહ્યું હતું કે: “અમારા કલાઇન્ટ મહેશ ભટ્ટ ઉપર લગાવવામાં આવેલા આરોપ તથ્યોના સત્યાપન વગર જ લગાવવામાં આવ્યા છે. અમે એ બધી જ સમાચાર એજન્સીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ. જેમને ખોટા આરોપ લગાવ્યા છે અને બદનામ કરવા વાળા લેખ લખ્યા છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.