મનોરંજન

આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી કિરણની પુણેથી ધરપકડ, આ ગંદુ કામ કરેલું હતું

ક્રુઝ ડગ પાર્ટીમાં દરોડા દરમિયાન આર્યન ખાન સાથે સેલ્ફી પડાવતા સમાચારમાં આવેલ કિરણ ગોસાવી હવે પુણે પોલીસની કસ્ટડીમાં છે. પુણે પોલીસે તેને નોકરીમાં છેતરપિંડી કરવાના આરોપમાં પકડ્યો છે. ગોસાવી પોતાને ખાનગી જાસૂસ તરીકે વર્ણવે છે. પોલીસ તેને 15 દિવસથી શોધી રહી હતી. ગોસાવી પર વિદેશમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરવાનો આરોપ છે. દરોડા દરમિયાન કિરણ ગોસાવીની હાજરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ NCBએ કહ્યું હતું કે કિરણ ગોસાવી તેનો સાક્ષી છે.

અગાઉ એવા સમાચાર હતા કે તે લખનઉમાં સરેન્ડર કરવા માટે સામે આવી રહ્યો છે. કિરણ ગોસાવીએ કહ્યું કે તે પુણેમાં સુરક્ષિત નથી. આ પછી પુણે પોલીસે તેની ધરપકડ કર્યાના સમાચાર સામે આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, 2018માં કિરણ ગોસાવી અને શેરબાનો કુરેશીએ પુણેના ચિન્મય દેશમુખ નામના યુવકને મલેશિયામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ બહાને યુવક પાસેથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કેસમાં પૂણે પોલીસે શેરબાનો કુરેશીની મુંબઈથી ધરપકડ કરી છે અને હવે ગોસાવીની પણ ધરપકડ કરવામાં આવી છે.

કિરણ ગોસાવી એ જ વ્યક્તિ છે જે આર્યન ખાન સાથે સેલ્ફી લઈને ચર્ચામાં આવ્યો હતો. ગોસાવી આર્યન કેસમાં NCBનો સાક્ષી પણ છે. સાથે જ કસ્ટડીમાં લેતા પહેલા મુખ્ય સાક્ષી ગોસાવીએ કહ્યું કે પ્રભાકર સેલ ખોટું બોલી રહ્યો છે. હું માત્ર એટલી જ વિનંતી કરવા માંગુ છું કે તેમનો CDR રિપોર્ટ જાહેર કરવામાં આવે. મારો CDR રિપોર્ટ અથવા ચેટ જારી કરી શકાય છે. પ્રભાકર સેલ અને તેના ભાઈનો સીડીઆર રિપોર્ટ અને ચેટ જાહેર કરવો જોઈએ જે બધું સ્પષ્ટ કરી દેશે.

કિરણ ગોસાવીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા એક મંત્રી કે વિપક્ષના કોઈપણ નેતા મારી સાથે ઊભા રહે. ઓછામાં ઓછું તેઓએ મુંબઈ પોલીસને પ્રભાકર સેલની સીડીઆર અને ચેટ જારી કરવા વિનંતી કરવી જોઈએ. તેનો રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થશે.તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગુમ થયેલા કિરણ ગોસાવી અને સમીર વાનખેડેની કેટલીક તસવીરો સામે આવી હતી. તસવીરોમાં સમીર વાનખેડે કેટલાક લોકોથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. તસવીરો NCB ઓફિસની હતી. કિરણ ગોસાવી અને પ્રભાકર સેલ વચ્ચેની એક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી, જે 3 ઓક્ટોબરની હતી, જેમાં કિરણ ગોસાવી સેલને ક્યાં જવું, શું કરવું તે ઓર્ડર આપી રહ્યો છે.