મનોરંજન

સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ કરી મોટી કાર્યવાહી, ફેન્સને જે સાંભળવું હતું એ આવ્યું સામે

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ ચાર્જશિટ દાખલ કરી છે. NCBની ચાર્જશિટમાં 33 આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.

Image source

ચાર્જશિટમાં NCBએ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના નિવેદનને પણ સામેલ કર્યુ છે. તમને જણાવી દઇએ કે, તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી માત્ર તેમના નિવેદન જ ચાર્જશિટમાં મૂકવામાં આવ્યા છે.

Image source

એક સેશન કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશિટમાં રિયા ચક્રવર્તીનું નામ સામેલ છે અને એવું કહેવામાં આવી રહ્યુ છે કે, તેમાં NCBએ ડ્રગ્સ પેડલર્સના નામ પણ સામલ કર્યા છે.

Image source

30 હજાર પાનાની આ ચાર્જશિટ NCB આજે કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. 12 હજાર પાનાની હાર્ડ કોપી અને સીડીમાં સાબિતી આપવામાં આવી છે. NCB મુંબઇ યૂનિટ બોલિવુડ ડ્રગ્સ કનેકશન મામલામાં આજે પહેલી ચાર્જશિટ કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. સુશાંત કેસની તપાસ દરમિયાન EDને ડ્રગ્સ સાથે જોડાયેલી ચેટ મળી હતી અને તે બાદ EDએ તે ચેટને NCBને સોંપી હતી. જે બાદ સુશાંત કેસમાં NCBની એન્ટ્રી થઇ અને તપાસ ઝડપથી આગળ વધવા લાગી.

Image source

તપાસ દરમિયાન ડ્રગ્સના તાર ઘણી મોટી હસ્તિઓના નામ પણ સામે આવ્યા હતા. આ સેલિબ્રિટીઝના નામ ડ્રગ પેડલર્સના પૂછપરછમાં સામે આવ્યા. NCBએ તે બાદ દીપિકાથી લઇ સારા અલી ખાન અને રકુલ પ્રિતથી લઇ મધુ મંટેનાની પૂછપરછ કરી હતી.

Image source

આ ડ્રગ્સ કેસમાં NCBએ સ્ટાર્સના મેનેજર્સની પણ પૂછપરછ કરી હતી. તેમની પૂછપરછ અને શરૂઆતી સાબિતીઓને આધારે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ કરવામા આવી હતી. તેઓ બંને જમાનત પર છે.