ફિલ્મી દુનિયા

ઓ બાપરે…. રિયા હજુ જાગી પણ ના હતી ત્યાં તો NCBએ પાડી રેડ, જુઓ સમગ્ર વિગત

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે 15મો દિવસ છે. સીબીઆઈ સતત આ મામલે લોકોની પુછપરછ કરી રહી છે. રિયાની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. સુશાંત કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સવારે 6:30 વાગ્યામાં રિયા ઘરે રેડ કરી હતી. આ સાથે જ સૈમુઅલ મિરાંડાના ઘરે પણ રેડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty lovers (@rheaclovers) on

જાણકારી મુજબ, સવારે 6:30 વાગ્યે રિયાના ઘરે પહોંચેલી એનસીબીની ટીમે મોબાઈલ, હાર્ડ ડિસ્ક અને લેપટોપની તપાસ કરી રહી છે. આ ટીમમાં મહિલા અધિકારી પણ છે. આ સિવાય એનસીબીની ટિમની સાથે-સાથે મુંબઈ પોલીસ અને સીબીઆઈની ટિમ પણ હાજર છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રિયા અને સુશાંતના સ્ટાફ દ્વારા ડ્રગ ચેટ સામે આવી હતી.

એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શૌવિક અને સૈમુઅલ મિરાંડાના ઘરની પણ તપાસ કરવામાં આવી રહી છે.રિયાના ઘરે છેલ્લા 3 કલાકથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ એનસીબી ટિમ દ્વારા સૈમુઅલ મિરાંડાને એનડીપીએસ એક્ટને લઈને ધરપકડ કરી છે. સૈમુઅલની ઘર પર 3 કલાક તપાસ ચાલી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.