ફિલ્મી દુનિયા

ડ્રગ કેસમાં બૉલીવુડ પછી TV જગત પર NCB ત્રાટક્યું, આ 2 દિગ્ગજ કલાકાર ઝપટે ચડ્યા, જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ મામલો સામે આવ્યા બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધી બૉલીવુડની ટોપ એક્ટ્રેસના નામ સામે આવ્યા છે. તો હવે એનસીબીના નિશાન પર ટીવી ઇન્ડસ્ટ્રીઝ  પણ આવી ગઈ છે.

Image source

મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રગ પેડલિંગના આરોપી અનુઝ કેશવાની અને રાહુલની પુછપરછમાં 2 ટીવી સ્ટાર્સ અબીગૈલ પાંડે- સનમ જોહરનું નામ લીધું હતું. આ બાદ એનસીબીએ બંનેને સમન્સ મોકલ્યું હતું. સમન્સ મોકલ્યના થોડા સમય બાદ બંને એનસીબી ઓફિસ પહોંચી ગયા હતા.

Image source

જણાવી દઈએ કે, અનુઝ કેશવાનીની સુશાંત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અનુઝ પર ડ્રગ પેડલિંગનો આરોપ લગાડવામાં આવ્યો હતો હાલ તો તે જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Abigail :)) (@abigail_pande) on

તો માહિતી મળી રહી છે કે, અનુઝ કેશવાનીએ પુછપરછમાં એક મોટી એક્ટ્રેસનું નામ પણ લીધું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ એક્ટ્રેસએ પૂર્વ બ્યુટી પેજેન્ટનો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sanam Johar (@sanamjohar) on

હાલ તો આ એક્ટ્રેસ કોણ છે તેના નામની ખુલાસો નથી થયો. તો ડ્રગના ઉપયોગ અને લેણ-દેણના મામલામાં ઘણી મોટી એક્ટ્રેસના નામ સામે આવી ચુક્યા છે.જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહના નામ શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sanam Johar (@sanamjohar) on

કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સના મામલામાં બોલિવૂડની તમામ અભિનેત્રીઓનું જોડાણ ક્વાન કંપનીના ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે બહાર આવ્યું છે. જયા સાહા ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનની કર્મચારી છે, જે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરે છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત પણ શામેલ હતા. ડ્રગ્સના કેસમાં આ અભિનેત્રીઓના નામથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે અને તેઓ સોશિયલ મીડિયા પર ઉગ્ર ટીકા કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.