ફિલ્મી દુનિયા

સુશાંત કેસ ડ્રગ એન્ગલમાં મોટું એક્શન થયું, રિયાના ઘરની તપાસમાં મળ્યું આ અને રિયાના ભાઈ શૌવિક સાથે…

સુશાંત રાજપૂત કેસમાં ડ્રગના ઉપયોગની આરોપોની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પૂછપરછ માટે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીને પુછપરછ માટે લઇ ગઈ છે. એનસીબીની એક ટીમ શુક્રવારે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી. આ બાદ શૌવિકને તેની સાથે લઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

એનસીબીની તપાસમાં રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સૈમુઅલ મીરાંડાના ડ્રગ ડીલર સાથેના કનેક્શનના પુરાવા મળ્યા હતા. આ સિવાય એજન્સીની બીજી એક ટીમ સુશાંતના મેનેજર સૈમુઅલ મીરાંડાના ઘરની તપાસ માટે પહોંચી હતી. જે બાદ તેને પૂછપરછ માટે ઘરેથી લઈ જવામાં આવ્યો છે.

તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તીના ઘરેથી શૌવિકનું લેપટોપ પણ કબ્જે કર્યું છે. તે જ સમયે રિયા અને મિરાંડાના ઘરેથી કેટલીક હાર્ડ ડ્રાઈવ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબ્જે કર્યા છે. એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ, શૌવિક ચક્રવર્તી અને ધરપકડ કરાયેલ ડ્રગ ડીલર ઝૈદ વચ્ચેના સંબંધોનો પણ ખુલાસો થયો છે.

એનસીબીએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ ધરપકડ કરી છે. કરણ, અબ્બાસ અને ઝૈદની બ્યુરોએ ધરપકડ કરવામાં આવી છે. બાસીત પરિહારને પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

જણાવી દઈએ કે, સુશાંત રાજપૂતનાં મોતનાં મામલામાં ચાલી રહેલા તપાસમાં ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ એનસીબી તપાસમાં શામેલ થઇ છે. એનસીબી ટિમ શુક્રવારે સવારે આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.