ખબર ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કેસની અંદર કોમેડિયન ભારતી સિંહના ઘરે પણ NCBના દરોડા, જપ્ત કરવામાં આવ્યો ગાંજો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં બોલીવુડના ઘણા બધા અભિનેતા અને અભિનેત્રીઓ સંડોવાયેલા જોવા મળ્યા છે. ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે ધ કપિલ શર્મા શો, અને બીજા ઘણા શોની અંદર એન્કર તેમજ કોમેડીનો અભિનય કરતી કોમેડિયન ભારતી સિંહના ઘરે પણ એનસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી.

Image Source

કોમેડિયન ભારતી સિંહના મુંબઈ સ્થિત ઘરમાં એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અને મળતી માહિતી પ્રમાણે તેના ઘરેથી ગાંજો પણ મળી આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની મુંબઈ જોનલ યુનિટે કોમેડિયન અભિનેત્રી ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરે રેડ કરી હતી. એનસીબી અંધેરી, લોખંડવાલા અને વરસોવા વિસ્તારમાં છાપામારી કરી રહી છે.

Image Source

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે પકડાઈ ગયેલા ડ્રગ્સ પેડલરની નિશાનદેહી ઉપર ભારતી સિંહ અને હર્ષ લીમ્બચીયાના ઘરે છાપામારી કરવામાં આવી હતી. એનસીબીની છાપામારી દરમિયાન સંદિગ્ધ પદાર્થ (ગાંજો) મળી આવ્યો.

ભારતી સિંહ ટીવીની પહેલી એવી પ્રખ્યાત અભિનેત્રી છે જેના ઘરે એનસીબી દ્વારા છાપામારી કરવામાં આવી છે. આ પહેલા એનસીબીએ અભિનેતા અને મોડેલ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના ઘરે છાપા મારી કરી હતી.