ફિલ્મી દુનિયા

સુશાંતના ફાર્મ હાઉસ પર એનસીબીએ પાડી રેડ, અંદરથી એવી એવી વસ્તુઓ કરી જપ્ત કે જાણીને દંગ રહી જશો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ વચ્ચે એનસીબીએ સુશાંતના પાવના લેક ફાર્મહાઉસ પર રેડ પાડી હતી. તપાસ ટિમ દ્વારા ડ્રગ્સ કનેક્શનથી જોડાયેલા ઘણા સબુતો સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત તેના ફાર્મહાઉસ માટે દર મહિને અઢી લાખ રૂપિયા ભાડું ભરતો હતો. તપાસ ટીમને અહીં રેડ દરમિયાન હુક્કો પીવાનો પોટ મળ્યો છે. જેનો ગાંજો પીવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ તપાસ દરમિયાન ઘણી દવા, એશ ટ્રે સહિતનો સામાન જપ્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સુશાંત ઘણીવાર અહીં પાર્ટી કરતો હતો જેમાં રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાની અને સૈમુઅલ મિરાંડા સહીત અન્ય લોકો શામેલ થતા હતા. આ સિવાય પાવના ડૈમ પર બનેલા ટાપુ ઉપર પણ પાર્ટી થતી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફાર્મહાઉસ પર સારા અલી ખાન પણ ચારથી પાંચ વાર આવી હતી. આ સિવાય અન્ય એક એક્ટ્રેસ પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

જણાવી દઈએ કે, સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુશાંત અને સારા બાલ્કનીમાં જોવા મળે છે. આ વીડિયોને લઈને દાવો કરવામાં આઈ રહ્યો છે કે, આ વિડીયો સુશાંતના પાવના ડૈમ ફાર્મહાઉસનો છે. ડ્રોનની મદદથી આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંતના અન્ય એક સ્ટાફે આ વિડીયો બનાવ્યો છે. ગુજ્જુ રોક્સ ટિમ આ વીડિયોને પૃષ્ટિ કરતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

જણાવી દઈએ કે, આ વિડીયો ડિસેમ્બર 2018થી માર્ચ 2019 વચ્ચેનો છે. સુશાંત અને સારા બાલ્કનીમાં સ્મોકિંગ કરતા નજરે ચડે છે. બંનેના હાથમાં સિગરેટ છે. સારા વાત કરતા-કરતા બાલ્કનીના કિનારે બેસી જાય છે. જયારે સુશાંત ઉભો નજરે ચડે છે. આ વિડીયો સામે આવ્યા બાદ સારાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

રિપોર્ટ અનુસાર, ડ્રગ કનેક્શનમાં રિયાએ સારા અલી ખાન સહીત 25 નામનો ખુલાસો કર્યો છે. જે બાદ હવે એનસીબી સારા અલી ખાન સહીત અન્ય લોકોને સમન્સ મોકલશે. માનવામાં આવી રહ્યું છે કે, આ અઠવાડિયાના અંત સુધીમાં પુછપરછ માટે બોલાવવામાં આવશે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.