મનોરંજન

BREAKING : આર્યન ખાન પછી વધુ એક દિગ્ગજની ઘર અને ઓફિસ પર NCB એ છાપેમારી કરી, નામ જાણીને ફફડી ઉઠશો

મુંબઇ ક્રૂઝ ડગ પાર્ટી કેસમાં નામી લોકો પર શિકંજો કસતો જઇ રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શનિવારે સવારે ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીના ઘર અને ઓફિસ પર છાપેમારી કરી હતી. હવે તપાસ એજન્સીએ તેમને સમન મોકલ્યુ છે. ઇમ્તિયાઝના ઠેકાણા પર ઘણા કલાકો સુધી છાપેમારી ચાલી. જો કે, આ વિશે કોઇ જાણકારી મળી નથી કે તેમના ઘરેથી કંઇ જપ્ત થયુ છે કે નહિ. આર્યન ખાન અને અરબાઝ મર્ચેંટની પૂછપરછ દરમિયાન ડગ પેડલર અચિત કુમારનું નામ સામે આવ્યુ હતુ. NCBએ પહેલા અચિતની ધરપકડ કરી હતી, જે બાદ ઇમ્તિયાઝ ખત્રીનું નામ સામે આવ્યુ.

ઇમ્તિયાઝ ખત્રીનું દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે પણ સામે આવી ચૂક્યુ છે. જણાવી દઇએ કે, આ ફિલ્મ પ્રોડ્યુસર પર ડગ સપ્લાય કરવાના આરોપ લાગ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત મામલે એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ જોવા મળી રહ્યા હતા. તે બાદથી તેમના પર તપાસ એજન્સીઓનો શક ફરી રહ્યો હતો.

ઇમ્તિયાઝ ખત્રીના બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ સાથે કનેક્શન છે. તેઓ એક બિલ્ડર છે. સાથે ઘણી બોલિવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. તેમની આઇએનકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. તેમની એક વીવીઆઇપી યુનિવર્સલ એન્ટરટેઇનમેન્ટ નામની પણ કંપની છે. જે બોલિવુડમાં નવા ટેલેન્ટને કામ આપે છે.

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર શ્રુતિ મોદીએ ઇમ્તિયાઝ પર અભિનેતાને ડગ સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડગ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેને દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.