ખબર ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કેસમાં ફરી દીપિકાના આ ખાસને પાઠવવામાં આવ્યું સમન્સ, બોલીવુડની ઉડી ગઈ ઊંઘ

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘર પર મંગળવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કરિશ્માના ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Image source

ત્યારબાદ એનસીબી દ્વારા તેમને વધુ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનસીબી અગાઉ પણ બે વાર કરિશ્માની પુછપરછ કરી ચુકી છે. એક સમયે દીપિકા પાદુકોણની સામે બેસાડીને કરિશ્માની પુછપરછ કરવામાં આવી હતી.

Image source

મળતી માહિતી મુજબ, કરિશ્મા તેના ઘરે મળી નહોતી. ત્યારબાદ એનસીબીએ ઘર પર સમન્સ લગાવી દીધું હતું. એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર કરિશ્માનું નામ ડ્રગ્સ પેડલરની પુછપરછ દરમિયાન આપવામાં આવ્યુ હતું.

Image source

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, “અમે કરિશ્માના પાડોશીઓ, ઓફિસ અને પરિચિતોને કરિશ્માના સમન્સની જાણ કરી છે. આજે સવારે તેને પૂછપરછ માટે એનસીબી કચેરી બોલાવવામાં આવી છે વધુ તપાસ ચાલુ છે. વધુ વિગતો શેર કરી શકતા નથી. ”

થોડા દિવસો પહેલા દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સ અંગેની વાતચીત પણ સામે આવી હતી. દીપિકા અને કરિશ્મા વચ્ચેની આ વાતચીત 28 ઓક્ટોબર 2017 ના રોજ થઈ હતી. કરિશ્મા સાથેની વાતચીતમાં દીપિકાએ ‘હેશ’ અને ‘વીડ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત દવાઓ સાથે સંબંધિત ભાષામાં હેશનો ઉપયોગ હેશીશ માટે થાય છે.

Image source

જો કે, બંને વચ્ચેની વાતચીતમાં, ‘હેશ’ અને ‘વીડ’નો ઉપયોગ કોની માટે થઇ રહ્યો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ દવાઓના જથ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ આ વોટ્સએપ ચેટ્સ દીપિકાની મુશ્કેલીઓને વધારવા માટે પૂરતી છે.

Image source

દીપિકાના મેનેજર તરીકે કામ કરનાર કરિશ્મા પ્રકાશ ‘કોવાન’ નામની સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40 થી વધુ બોલિવૂડ હસ્તીઓને ટેલેન્ટ મેનેજર્સ આપે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ કંપની માટે કામ કરે છે. જયા કરિશ્માની સિનિયર છે.

Image source

એનસીબી, સીબીઆઈ અને ઇડીની ટીમે જયાની અનેક વખત પૂછપરછ કરી છે. તપાસ દરમિયાન એનસીબીએ જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી. આ પછી મામલો દીપિકા સુધી પહોંચ્યો.