ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં પહેલી ધરપકડ, ડ્રગ્સ રેકેટમાં ચાર મોટા નામ- એક એક્ટર-એક ફિલ્મ મેકર

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ છેલ્લા 1 અઠવાડિયા બાદ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પુછપરછ શરૂ કરી છે. છેલ્લા ચાર દિવસથી રિયાની લગભગ 29 કલાક પુછપરછ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશાંત કેસમાં ડ્રગ્સના એન્ગલથી તપાસ કરતા 2 ડ્રગ પેડલર્સને એનસીબીએ કસ્ટડીમાં લીધા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, સુશાંત મામલે થયેલી તપાસમાં ચાર મોટા નામ એનસીબીના રડાર પર છે. જેમાં 2 રાજનેતા એક એક્ટર અને એક ફિલ્મ નિર્માતા શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબી તપાસ એજન્સીમાં જોડાયા બાદ તપાસ ઝડપથી આગળ વધી છે. આ મામલે એનસીબીએ તેની પહેલી ધરપકડ પણ કરી છે. ડ્રગ્સની લેતી-દેતીની ચેટ લિક થતા 2 ડ્રગ્સ ડીલર્સની ધરપકડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

આ ડ્રગ ડીલર શૌવિક ચક્રવર્તીનું નામ તેના ગ્રાહક તરીકે કબૂલ કર્યું હતું. તો મીડિયા રિપોર્ટ અનુસાર, આ રેકેટમાં 2 મોટા મંત્રી, એક મોટો એક્ટર અને એક ફિલ્મમેકરનું નામ પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, રિયાની સુશાંતની ટિમ સાથે ડ્રગ્સને લઈને થયેલી ચેટ લીક થઇ હતી. આ બાદ ડ્રગ ડીલર ગૌરવ આર્યા, રીયાનો ભાઈ શૌવિક સહીત નામ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

લીક થયેલી ચેટમાં ખુલાસો થયો છે કે, સૈમુઅલ મિરાંડા બધા માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. જયારે સ્ટોક પૂરો થઇ જતો હતો ત્યારે તેને નવો સ્ટોક લેવા માટે પણ કહેવામાં આવતું હતું. પરંતુ હજુ સુધી એ સામે નથી આવ્યું કે, સુશાંત તેની મરજીથી ડ્રગ્સ લેતો હતો કે તેની જાણ બહાર તેને ડ્રગ્સ આપવામાં આવતું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

બીજી તરફ રિયા પહેલાથી જ ડ્રગ્સના સેવનને લઈને ઇન્કાર કરી ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું હતું કે, તેને કયારે પણ ડ્રગ્સનું સેવન કર્યું નથી. પરંતુ સુશાંત નિયમિત ગાંજો લેતો હતો. આ સિવાય રિયાના વકીલ માનશીદેએ કહ્યું હતું કે, રિયાએ કોઈ ડ્રગ્સ લીધું નથી. નાર્કોટિક્સની ટિમ જો ટેસ્ટ કરવા માટે કહે તો રિયા તે માટે તૈયાર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.