ફિલ્મી દુનિયા

ઈન્કવાયરી સમયે અભિનેત્રી સારા અને શ્રધ્ધાના કેસમાં NCBથી થઈ આ મોટી ભૂલ

બૉલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હાલમાં જ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરની પુછપરછ કરી હતી. આ વચ્ચે એનસીબીએ મોટી ભૂલ કરી દીધી હતી.

Image source

એનસીબી દ્વારા શનિવારે 2 એક્ટ્રેસ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના મોબાઈલ જપ્ત કર્યા હતા. પરંતુ મોબાઈલ જપ્ત કર્યા બાદ બંને એક્ટ્રેસની સાઈન લેતા ભૂલી ગઈ હતી. એનસીબીએ આ ભૂલને સુધારવા માટે આ બંનેના ઘરે જઈને સાઈન લીધી હતી. આ દરમિયાન સારા અલી ખાન ખાન ઘર પર હાજર ના હતી જેથી તેના એક કર્મચારીની સાઈન લીધી હતી.

Image source

એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ મામલામાં એ કેટેગરી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકૂલ પ્રીત સિંહની પુછપરછ કરી હતી. આ બધાનો ખુલાસો એક વોટ્સઅપ ચેટ દરમિયાન થયો હતો. આ બધા ચેટમાં ડ્રગ્સની માંગ કરી રહ્યા છે અથવા તો પૂછી રહ્યા છે. એનસીબીએ બધા લોકોની પુછપરછ કરી હતી.

Image source

પુછપરછને વધારવા માટે એજન્સીએ તેના મોબાઈલ પણ જપ્ત કર્યા હતા પરંતુ તેમાં સાઈન કરાવવાનું ભૂલી ગઈ હતી. આ સિવાય દીપિકા, સારા, શ્રદ્ધા અને રકૂલ પ્રીતે એક સરખું નિવેદન આપ્યું છે તેથી એનસીબી પુછપરછ માટે બીજી વાર સમન્સ મોકલશે.

Image source

આ મામલે એનસીબી દીપિકા પાદુકોણ,શ્રદ્ધા કપૂર, રકૂલ પ્રીત સિંહ અને સારા અલી ખાનના ફાઇનાન્સીયલ રેકોર્ડની પણ તપાસ કરશે. આ બધી એક્ટ્રેસના બેન્ક એકાઉન્ટની તપાસ પણ કરવામાં આવશે. એનસીબીએ પહેલા જ આ એક્ટ્રેસના ક્રેડિટ કાર્ડની ડિટેલની તપાસ હાથ ધરી રહી છે. આ સાથે જ તપાસ કરી રહી છે કે, કોઈ પણ પેમેન્ટ ડ્રગ્સને લઈને તો નથી થયું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.