ફિલ્મી દુનિયા

આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું, સુશાંત કેસમાં આવ્યા સૌથી મોટા સમાચાર- આ વ્યક્તિની થઇ ધરપકડ

સુશાંત કેસમાં ડ્રગ ચેટ સામે આવ્યા બાદ આ મામલે રિયાની મંગળવારે પણ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. રિયાની સોમવારે લગાતાર 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. સોમવારે એ વાત પર મક્કમ હતી કે, સુશાંત માટે ડ્રગ્સ ખરીદતી હતી પરંતુ તેને ક્યારે પણ તેનું સેવન કર્યું નથી. આ મામલે હવે અગત્યના સમાચાર આવ્યા છે.

Image source

મીડિયા રિપોર્ટ અનુસાર, એનસીબી દ્વારા રિયાની ધરપકડ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછ કરતા એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીને કસ્ટડીમાં લીધી છે. આજે ત્રણ કલાકની પુછપરછ બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. સુશાંત કેસમાં આ ધરપકડ સૌથી મોટી ધરપકડ છે. હાલ તો રિયાની ડ્રગ મામલે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સુશાંત કેસમાં તો હજુ તપાસ ચાલુ જ છે. રીયાનો મેડિકલ ટેસ્ટ સાંજે 4.30 વાગ્યાની આસપાસ થશે. સતત ત્રણદિવસ  NCBએ રિયાની પૂછપરછ કરી હતી. આ પહેલાં સોમવાર સાત સપ્ટેમ્બરના રોજ રિયાની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી.


બુધવારે શૌવિક, સૈમુઅલ, દિપેશ અને બે કથિત ડ્રગના ધંધાર્થીઓને કોર્ટમાં રજૂ કરવાના છે. એવું માનવામાં આવે છે કે રિયાને પણ તેમની સાથે કોર્ટમાં રજૂ કરી શકાય છે. જોકે, એનસીબીએ હજી સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

Image source

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ લેવાની કબૂલાત કરતા કહ્યું હતું કે તે ગાંજાની સાથે કેટલાક કેમિકલ્સ પણ લેતી હતી. આ સાથે જ સુશાંતની ફિલ્મના સેટ પર ડ્રગનો ઉપયોગ થતો હતો. એનસીબીને ખબર પડી છે કે, રિયા ચક્રવર્તીએ છેલ્લા બે વર્ષમાં ઘણી વાર પાર્ટી કરી છે, તો પછી શક્ય છે કે તેણે ડ્રગ્સ પણ લીધું હોય. નોંધનીય છે કે આ સિવાય રિયાએ પૂછપરછમાં અનેક ફિલ્મ સ્ટાર્સના નામનો પણ ખુલાસો કર્યો છે.

Image source

રિયાની ધરપકડ થતાસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ટ્વીટ કર્યું હતું કે ભગવાન અમારી સાથે છે.

સુશાંત સિંહ રાજપૂત મામલે એનસીબીની પકડ રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી છે. શૌવિક 9 સપ્ટેમ્બર સુધી એનસીબી કસ્ટડીમાં છે. બીજી તરફ રિયાની ધરપકડ પર તલવાર લટકી રહી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના રોજ તેમના ઘરેથી મળ્યો હતો. જે બાદ તેના મોતની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અભિનેતાના કેસમાં ઘણાં ટ્વિસ્ટ આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.