આર્યન ખાન કેસના તાર પહોંચ્યા ચંકી પાંડેની લાડલી દીકરી અનન્યા સુધી, જાણો વિગત

હાલમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસને લઇને જેલમાં છે. આ મામલે રોજ અલગ અલગ અપડેટ સામે આવતી રહે છે, હાલમાં જ આ મામલે વધુ એક અને મોટી અપડેટ સામે આવી છે. જેમાં બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCBની ટીમ પહોંચી હતી. NCBએ અનન્યા પાંડેને સમન પણ મોકલ્યુ છે. અભિનેત્રીને આજે બપોરે 2 વાગ્યે એજન્સીએ પૂછપરછ માટે બોલાવી છે.

જણાવી દઇએ કે, અનન્યા પાંડે જાણિતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. NCBની ટીમ જ્યારે અનન્યાના ઘરે આવી ત્યારે તે ઘરમાં નહોતી.NCBએ અનન્યા પાંડેનો ફોન જપ્ત કર્યો છે. તેમનું કહેવુ છે કે, અનન્યાને સમન કરવાનો મતલબ એ નથી કે તે સસ્પેક્ટ છે. આ તપાસનો ભાગ છે. અનન્યા પાંડેનું નામ સામે આવ્યા બાદ એને લઇને એવું માનવામાં આવી રહ્યુ છે કે આર્યન ખાનના ડગ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે.

કહેવામાં આવી રહ્યુ છે કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યુ છે. આ પહેલા ખબરો હતી કે એક અભિનેત્રી સાથે આર્યન ખાનની ડગ ચેટ થઇ હતી. હવે જયારે NCBએ અનન્યાને સમન આપ્યુ છે મીડિયા અહેવાલ અનુસાર તો એવું સમજવામાં આવી રહ્યુ છે કે આર્યન ખાન સાથે અનન્યાની ડગ ચેટ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર NCBએ છાપેમારી કરી હતી અને આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અન્યને ઝડપી પાડ્યા હતા. તે બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે તેમની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ આર્યન ખાન NCB કસ્ટડીમાં હતો .

તેની કસ્ટડી પૂરી થયા બાદ આર્યન ખાનને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જે આજ રોજ એટલે કે 21 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ રહી છે. આર્યનની જામીન અરજી પણ ઘણીવાર કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. હવે આર્યનના વકીલે હાઇકોર્ટનો રૂખ કર્યો છે. ત્યારે હવે NCB આર્યનની જ્યુડિશિય કસ્ટડી વધારવાની માંગ કરી રહી છે.

જણાવી દઇએ કે, અનન્યા પાંડે અને શાહરૂખ ખાનના બાળકો વચ્ચે ઘણો સારો બોન્ડ છે. તે બધા મિત્રો છે. અનન્યા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની બેસ્ટફ્રેન્ડ છે. આર્યન સાથે પણ તેની સારી મિત્રતા છે. આ બધા સ્ટારકિડ સાથે પાર્ટી કરતા અને હેંગઆઉટ કરતા પણ ઘણીવાર નજરે પડે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અનન્યાએ ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યર-2થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શાહરૂખ ખાનની સાથે એનસીબીની ટીમ પણ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. અનન્યા પાંડેના તાર આર્યન ખાનની વોટ્સએપ ચેટ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિમાં એનસીબીના અધિકારીઓ દ્વારા અનન્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

Shah Jina