પ્રેમની ખાતિર નાજનીન બાનો બની નેન્સી, નિકાહ છોડી મંદિરમાં ફર્યા ફેરા, ટિકટોક પર દીપક સાથે થયો હતો પ્રેમ

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ક્યાં, ક્યારે અને કોના સાથે થઇ જાય તેની ખબર જ નથી રહેતી. પ્રેમમાં તો નાત-જાત-ધર્મ-ઉંમર બધુ જ લોકો ભૂલી જતા હોય છે. ઘણીવાર તો કેટલાક લોકો ધર્મ બદલાવી નાખતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશના મંદસૌરમાં એક યુવતિએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સનાતન ધર્મ અપનાવી લીધો. જાણકારી અનુસાર, ગુનાની રહેવાસી નાજનીન બાનોની મુલાકાત મંદસૌરના દીપક ગોસ્વામી સાથે ટિકટોક પર થઇ હતી.

બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમી અને અલગ અલગ ધર્મથી તાલ્લુક રાખવાને કારણે પરિજન લગ્ન માટે તૈયાર નહોતા. પ્રેમી પણ કોઇ હાલતમાં એકબીજાથી જુદા થવા માંગતા ન હતા. બંનેએ પોતપોતાના પરિવારને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ કોઇએ તેમનું એક ના સાંભળ્યુ. કેટલાક દિવસો બાદ તે ઘરેથી ભાગી ગયા. દીપકે પરિવારને જણાવ્યુ કે, નાજનીન ધર્મ બદલી સનાતન ધર્મ અપનાવવા તૈયાર છે. આ માટે પરિવાર માની ગયો અને સમાજના લોકોની સલાહથી ગુરુવારના રોજ રાત્રે ગાયત્રી મંદિરમાં બંનેએ ફેરા ફર્યા

અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. લગ્ન બાદ નાજનીન નામ બદલી નેન્સી ગોસ્વામી થઇ ગઇ. નેન્સી અને દીપકનું કહેવુ છે કે તેઓ તેમના લગ્નથી ઘણા ખુશ છે અને આગળ પણ એકબીજાનું ધ્યાન રાખશે. નેન્સી 19 વર્ષની છે અને તેણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. ત્યાં દીપક 22 વર્ષનો છે અને તે કોમર્સ ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છે. જણાવી દઇએ કે, મંદસૌરમાં છેલ્લા 6 મહિનામાં 5 લોકોએ સનાતન ધર્મ અપનાવ્યો છે.

27 મેના રોજ પત્રકાર શેખ જફર કુરૈશી ઘર વાપસી કરી ચૈતન્ય સિંહ રાજપૂત બન્યા હતા. તે બાદ 9 ડિસેમ્બરના રોજ ઇકરા સનાધન ધર્મ અપનાવી ઇશિકા બની હતી. 30 સપ્ચેમ્બરના રોજ નિસાર મોહમ્મદ હિંદુ ધર્મ અપનાવી સોનુ સિંહ બન્યો હતો. અને હવે નાજનીન બાનો નેન્સી બની ગઇ છે. ચૈતન્ય સિંહ, આશ્રમથી સંત યુવાચાર્ય મનમણિ મહેશ જી મહારાજ અને સમાજસેવીઓની ઉપસ્થિતિમાં નેન્સી અને દીપકના લગ્ન સંપન્ન થયા હતા.

સંત ધર્મપરિવર્તનના આયોજનમાં નેન્સીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સમાજસેવી પંડિત રવિન્દ્ર પાંડે, પાર્ષદ પતિ એવં હિંદુવાદી નેતા વનય દુબલા, સમાજસેવી સુનીલ બંજારિયા, સનાતન ક્રાંતિ સેનાના સિદ્ધાર્થ નાહર સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજનીતિક મહાનુભાવ લગ્નમાં સામેલ થયા હતા.

Shah Jina