મનોરંજન

આ નિર્દેશકના પ્રેમમાં પાગલ થઇ ખ્રિસ્તીથી હિન્દૂ બની ગઈ હતી નયનતારા, સંબંધ તૂટતાં આજ દિવસ સુધી છે કુંવારી

ઈસાઈ ધર્મ છોડીને હિન્દૂ ધર્મને અપનાવી ચુકી છે સાઉથ સ્ટાર નયનતારા

ભારતીય સાઉથ ફિલ્મોમાં કરનારી એક્ટ્રેસ નયનતારા બેહદ હોટ અને ખુબસુરત છે. સાઉથની ફિલ્મોમાં જાણીતી, ખુબસુરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસ નયનતારાએ તેની એક્ટિંગથી સાઉથની ફિલ્મોમમાં ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

આજે તેની ગણના સાઉથની ટોપ એક્ટ્રેસમાં થાય છે. સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસમાં નયનતારાનું નામ શામેલ છે. નયનતારા ફક્ત તેની ફિલ્મો અને એક્ટિંગથી નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

નયનતારાનો જન્મ બેંગ્લોરમાં એક મલયાલી ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.નયનતારાના પિતા એરફોર્સમાં હતા જેના કારણે તેને દેશના ઘણા વિસ્તારમાં તે રહી ચુકી છે. નયનતારાએ ચેન્નાઇ, દિલ્લી, જમનાનગર અને ગુજરાતમાં તેનું ભણતર પૂરું કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

નયનતારા કોલેજના દિવસોમાં પણ મોડેલિંગ કરતી હતી. વર્ષ 2003માં ડાયરકેટર સતયનએ તેની મલયાલમ ફિલ્મ ‘મનાસ્સીનાકરે’માં બ્રેક આપ્યો હતો. આ ફિલ્મ દ્વારા નયનતારાએ મલયાલમ સિનેમામાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

આ પછી, વર્ષ 2005 માં,નયનતારાએ ‘અય્યા’ ફિલ્મથી તમિલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રવેશ કર્યો. જે બાદ તે એક તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મી’માં પણ જોવા મળી હતી. તેણે એક પછી એક તેલુગુ અને તમિળ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

આ સાથે તે ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં શામેલ થઇ ગઈ હતી. નયનતારાએ પણ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં નામ કમાવ્યા બાદ વર્ષ 2010માં ‘સુપર’ ફિલ્મથી કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. 2011 નયનતારાને ફિલ્મ ‘શ્રી રામ રાજ્યમ’ માં સીતાની ભૂમિકા માટે બેસ્ટ તેલુગુ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

નયનતારનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો પરંતુ તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેમને ચેન્નઈના આર્ય સમાજ મંદિરમાં ધર્મ પરિવર્તન કર્યું હતું. નયનતારાની લવ લાઇફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું નામ સૌ પ્રથમ દિગ્દર્શક અને અભિનેતા સિલમ્બરસન રાજેન્ડર સાથે સંકળાયેલું હતું. પરંતુ વર્ષ 2006 માં નયનતારાએ પોતે જ આ એક્ટર સાથેના બ્રેકઅપની પૃષ્ટિ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

બાદમાં વર્ષ 2008માં દિગ્દર્શક પ્રભુ દેવા સાથે નયનતારાનું નામ જોડાયું હતું . એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે બંનેએ ગુપ્ત રીતે 2009 માં લગ્ન કર્યાં હતાં. નયનતારાએ પણ પ્રભુ દેવાના નામનું ટેટુ પણ બનાવ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં જ તેમના અલગ થવાના સમાચાર પણ આવ્યા. નયનતારાએ ખુદ વર્ષ 2012 માં તેમનો અને પ્રભુ દેવાના બ્રેકઅપનો ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)