લગ્નના તરત બાદ તિરૂપતિનો આર્શીવાદ લેવા પતિ સાથે પહોંચી નયનતારા, થઇ ગઇ એક મોટી ભૂલ- મળી શકે છે લિગલ નોટિસ

લગ્ન બાદ પતિ સાથે તિરૂપતિ મંદિર પહોંચી કોન્ટ્રોવર્સીમાં પડી નયનતારા, એવી મોટી ભૂલ થઇ કે જોઈને ભલભલાંનો પીતો છટકશે

સાઉથ અભિનેત્રી નયનતારા 9 જૂનના રોજ ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. સોશિયલ મીડિયા પર કપલે તેમના લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.બંનેના ફેરીટેલ વેડિંગમાં નજીકના લોકો અને મિત્રો સામેલ થયા હતા. શાહરૂખ પણ નયનતારાન લગ્ન અટેન્ડ કરવા માટે પહોચ્યો હતો. ત્યારે હવે લગ્નના બીજા દિવસે એટલે કે શુક્રવારે અભિનેત્રી તેના પતિ સાથે તિરૂપતિ મંદિર દર્શન માટે પહોંચી હતી, જ્યાંથી એકવાર ફરી બંનેની તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

તસવીરોમાં જોઇ શકાય છે કે, નયનતારાએ યલો સાડી પહેરી છે અને સાથે જ જ્વેલરી પણ કેરી કરી છે. મેચિંગ બ્લાઉઝ અને કુંદન ચોકર જ્વેલરી નેકપીસ સાથે અભિનેત્રીએ તેના લુકને કંપલીટ કર્યો છે. ત્યાં જ વિગ્નેશ શિવને વ્હાઇટ ધોતી અને શર્ટ પહેર્યો હતો. નયનતારાને ભીડથી બચાવવા અને પેપરાજીને પોઝ આપતા તેઓ જોવા મળ્યા હતા. જો કે, મંદિર દર્શન માટે પહોચેલી નયનતારા કોન્ટ્રોવર્સીમાં પડી ગઇ, જે બાગ તેને જલ્દી જ લીગલ નોટિસ જારી થઇ શકે છે. તિરૂપતિ મંદિરમાં માદા સ્ટ્રી પર ખુલ્લા પગે ચાલવાની ધાર્મિક પ્રથા છે.

પરંતુ ત્યાં નયનતારાને ચંપલમાં જોઇ લોકો ભડકી ગયા અને અભિનેત્રી મુસીબતમાં પડી ગઇ. રીપોર્ટ્સની માનીએ તો તિરૂમાલા તિરૂપતિ દેવાસ્થાનમ બોર્ડના ચીફ વિજિલ્ંસ સિક્યોરિટી ઓફિસર નરસિમ્હા કિશોરે જણાવ્યુ કે, નયનતારા માદા સ્ટ્રીટ પર ચંપલમાં જોવા મળી, જેનુ ઘણુ ધાર્મિક મહત્વ છે. આ દરમિયાન નવપરણિત કપલે અહીંના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. તે ત્યાં તસવીરો પણ ક્લિક કરાવતા જોવા મળ્યા જોકે ત્યાં નિજી કેમેરાની અનુમતિ નથી.

તેમણે કહ્યું, ‘નયનતારા રસ્તા પર ચપ્પલ પહેરીને ચાલતી જોવા મળી હતી. અમારી સુરક્ષાએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અમે સીસીટીવી ફૂટેજમાં જોયું છે કે તેણે ત્યાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. નરસિમ્હા કિશોરે વધુમાં કહ્યું, ‘અમે નયનતારાને નોટિસ મોકલી રહ્યા છીએ. અમે તેની સાથે વાત કરી છે અને તે પોતે પ્રેસ સમક્ષ માફીનો વીડિયો જાહેર કરવા માંગતી હતી.

જો કે, અમે તેમને કાનૂની નોટિસ મોકલી રહ્યા છીએ. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિગ્નેશ શિવને આ ચપ્પલ વિવાદ પછી તેની પત્ની વતી ટ્રસ્ટની માફી માંગી છે. તેણે કહ્યું કે તેની પત્નીને તિરુપતિ મંદિરમાં ઘણી શ્રદ્ધા છે. આ ભૂલ અજાણતા થઈ છે. આ પહેલા તેઓ ઘણી વખત તિરુપતિ મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે.

Shah Jina