પોતાના જોડિયા બાળકો અને પતિ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ એભિનેત્રી નયનતારા, બાળકોનો ચહેરો છુપાવતા જ ચાહકો બોલ્યા..”કિડનેપ કરીને લાવી છે કે શું”

લગ્નના 3 જ મહિનામાં પેદા થઇ ગયા ટ્વીન્સ બાળકો, સાઉથની સંસ્કારી અભિનેત્રી ફાટેલા જીન્સમાં દેખાઈ, જુઓ ખુબસુરત PHOTOS

બોલીવુડની જેમ સાઉથના કલાકારો પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે અને તેમની એક ઝલક જોવા માટે પણ ચાહકો આતુર હોય છે. ત્યારે ઘણા કલાકારો પેપરાજીના કેમેરામાં પણ સ્પોટ થઇ જાય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ સાઉથન ખ્યાતનામ અભિનેત્રી નયનતારા તેના જોડિયા બાળકો અને પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી.

નયનતારા પોતાના પતિ વિગ્નેશ શિવન અને જોડિયા બાળકો સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એક બાળકને નયનતારાએ ખોળામાં લીધું હતું, જ્યારે વિગ્નેશ શિવને બીજા બાળકને પકડી રાખ્યું હતું. જો કે, આ દરમિયાન દંપતીએ બાળકોના ચહેરા ક્યાંયથી દેખાય નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. જોડિયા બાળકોને તેમને એક સરખા કપડાં પહેરાવ્યા હતા.

ચાહકો તેમના બાળકો સાથે નયનથારા અને વિગ્નેશ શિવનના આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ તેણે જે રીતે બાળકોનો ચહેરો છુપાવ્યો છે તેના કારણે કેટલાક યુઝર્સે તેને નિશાન બનાવી છે.પેપરાજીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયો પર લોકોની મિશ્ર કોમેન્ટ આવી રહી છે.

નયનતારા આ રીતે ફોટો ક્લિક કરવામાં આવતા થોડી અસ્વસ્થ જણાતી હતી, જે તેના ચહેરાના હાવભાવ પરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. તે છતાં પણ તેને હસીને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. પરંતુ બાળકોના ચહેરા ક્યાંયથી દેખાય નહીં તેનું સ્પષ્ટ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આના પર કેટલાક લોકોએ નયનતારા અને વિગ્નેશ શિવનને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે લખ્યું, “એવું કેમ લાગે છે કે તેમનું અપહરણ કરવામાં આવી રહ્યું છે?”

નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન જૂન 2022માં થયા અને ઓક્ટોબર 2022માં બંને સરોગસી દ્વારા માતા-પિતા બન્યા. આ બાબતે ભારે હોબાળો થયો હતો. હકીકતમાં ભારતમાં સરોગસી પર પ્રતિબંધ છે અને કોઈપણ પરિણીત યુગલ માત્ર ત્યારે જ તેનો આશરો લઈ શકે છે જયારે લગ્નના પ્રથમ 5 વર્ષ સુધી કોઈ બાળક ન થયું હોય.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel