ગ્રીષ્માનો કેસ લડી રહેલા વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ન્યાય મળે તે માટે થઈને કરી છે ખુબ જ આકરી મહેનત, રાત્રે દોઢ-બે વાગ્યા સુધી તો….

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ માસુમ ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપીને ફેનિલ ગોયાણી નામના નરાધમે હત્યા કરી નાખી હતી, હત્યા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પણ ગણતરીના સમયમાં જ ચાર્જશીટ દાખલ કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેના બાદ કઠોર કોર્ટમાંથી કેસ સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ કેસ શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં  ચાલી રહ્યો હતો અને આ કેસનું ટ્રાયલ પણ ડે ટુ ડે ચાલી રહ્યું હતું, ત્યારે ગ્રીષ્મા તરફથી કેસ લડી રહેલા જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા માટે પણ આ કેસ ખુબ જ મોટી ચુનોતી હતી. ત્યારે આ કેસનું ટ્રાયલ પણ રોજ ચાલતું હોવાના  તેમના માટે પણ તૈયારી કરવામાં ઘણી જ મુશ્કેલીઓ થતી હતી.

આ બાબતે નયન સુખડવાલાએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને તે આ કેસની કેવી રીતે તૈયારી કરતા હતા તેના વિશે પણ વાત કરી હતી, તેમને જણાવ્યું હતું કે “કોર્ટમાં આ કેસ સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી કોર્ટમાં મેટર ચાલતી હતી, ત્યારબાદ સાંજે 7 વાગે મારી પ્રાઇવેટ ઓફિસમાં મારા પ્રાઇવેટ કેસો ઉપર ધ્યાન આપતો હતો અને પછી રાત્રે 9 વાગ્યા બાદ આ કેસ માટે વાંચવા બેસતો હતો.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “રાત્રે 9 વાગ્યે વાંચવા બેઠા બાદ રાત્રે 1:30થી 2 વાગ્યા સુધી કેસનું અધ્યયન કરવું પડતું હતુ, એ કેસને રિલેટેડ કેટલાક જજમેન્ટ શોધવાના, જ્યાં સુધી મારી દલીલો ચાલી ત્યાં સુધી રાત્રે 2 વાગ્યા સુધી મારે જાગવું પડતું હતું અને એ રીતે મેં કેસની તૈયારી કરી હતી.”

સરકારી વકીલ નયન સુખડવાલાએ એમ પણ જણાવ્યું કે ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે પોતાના શરીર ઉપર જે ઇજા પહોંચાડી હતી તે મરી જવા માટે નહોતી પહોંચાડી પરંતુ લોકોની સહાનુભૂતિ જીતવા આ ઇજા પહોંચાડી હોય તેવું દેખાય છે. કારણે કે ત્યારબાદ પણ નામદાર કોર્ટ સમક્ષ આરોપી બેભાન થઇ ગયો હતો એવું ચિત્ર ઉભું કર્યું.

આ ઉપરાંત નયન સુખડવાલાએ આખા કેસની શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી જ વાત જણાવી હતી, તેમને કેવી રીતે કેસ લડ્યો અને સરકાર પક્ષની દલીલો પૂર્ણ થવા સુધીની તમામ વાત જણાવી હતી, આ ઉપરાંત કોર્ટ દ્વારા આ કેસ નિષ્પક્ષ રીતે ચલાવવામાં આવી રહ્યો છે અને બંને પક્ષને કોર્ટ દ્વારા સાંભળવામાં આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે હવે કેસનો ચુકાદો જલ્દી જ આવી શકે છે.

Niraj Patel