ફિલ્મી દુનિયા

કોરોના વાયરસની મહામારીમાં ભારતીયોમાં નવો ઉત્સાહ ભરતું ગીત “નયા હિંદુસ્તાન” લોન્ચ થયું, તમે પણ નિહાળો

કોરોના વાયરસની મહામારી દુનિયાભરમાં ફેલાયેલી છે. દેશની અંદર આ વાયરસના પ્રકોપથી બચવા માટે છેલ્લા બે મહિનાથી લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ વાયરસ અને લોકડાઉનના કારણે લોકોનું જીવન સામાજિક, આર્થિક અને ભાવનાત્મક રીતે સાવ બદલાઈ ગયું છે.

ત્યારે ભારતીયોનો ઉત્સાહ વધારતું એક સરસ મઝાનું ગીત “ન્યાં હિન્દુસ્તાન” લોન્ચ થયું છે, આ ગીતની અંદર ઘણા બધા ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે જેમાં મહાલક્ષ્મી ઐયર, ભૂમિ ત્રિવેદી, તોશી સબરી, શ્રદ્ધા પંડિત સાથે મ્યુઝિક ડાયરેક્ટર હિતેશ પ્રસાદ જોડાયા છે, ગીતની સંકલ્પના, સંગીત અને ગીત લખ્યું છે હિતેશ પ્રસાદે. આ ગીતની અંદર એ અને તેને રાજુ શંકરે પિયાનો અને ગ્લેન ફરનાન્ડીઝે ગિટાર પર સાથ આપ્યો છે. વિડિયોનું દિગ્દર્શન કનિષ્કા શંકરનું છે જ્યારે મિક્સિંગ અને માસ્ટરી તોસીફ શેખની છે. સંગીતના એરેન્જર અને પ્રોગ્રામર રાજુ શંકર અને સંજય જયપુરવાલે છે. પ્રોજેક્ટને નિહિલન્ટ કેર્સ- સીએસઆર પહેલના ભાગરૂપે નિહિલન્ટે ટેકો આપ્યો છે.

આ ગીત નવા હિન્દુસ્તાનની વાત લઈને આવે છે. જયારે આપણે આ નવી વાસ્તવિકતાને અપનાવીએ છી ત્યારે નવું ભવિષ્ય પ્રદર્શિત કરવાનો અને લખવાનો આ સમય છે. આ મહામારીના સમયમાં પોતાની જાતને સાજા કરવાનો સમય છે, અવરોધો પર કરવાના છે. સહાનુભૂતિ અને એકતાને બુલંદ કરવાની આ એક ઉત્તમ તક છે.

દુનિયાભરમાં ફેલાયેલી આ કટોકટીએ આપણને એક કર્યા છે. અને આ સમયે જાતિ, ધર્મ અને રંગભેદના ભેદભાવ રાખ્યા વિના માનતાનાના નામ ઉપર એકબીજાની મદદ કરવાની છે. આ જે સમય છે તે માનવતા, પ્રેમ અને પ્રકાશ પાથરવાનો સમય છે.

આપનો દેશ આજે એક એવા શત્રુ સાથે લડી રહ્યો છે જેને જોઈ પણ શકાતો નથી, ત્યારે આ મહામારી સામે લાડવા માટે અગણિત કોરોના વોરિયર્સ લડવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. આ મહામારીનો સામનો કરતા એ કોરોના વોરિયર્સના સાહસ અને તેમની માનવતાને અરબો લોકોના સલામ છે.

નિહિલન્ટના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમને એલ સી સિંહનું કહેવું છે કે: ” મયા હિન્દુસ્તાન નવા ભારત માટેનું એન્થમ છે. આપનૉપ દેશ કોવિડ-19ની ભીંસમાં છે. છતાં માની નહીં શકાય તેવી સ્થિતિસ્થાપકતા, સાહસ અને આશા આ કસોટીમાં સમયમાં પણ બતાવી રહ્યો છે. દેખીતી રીતે જ આ પહેલનો હિસ્સો બનવાનો અનુભવ અદભુત રહ્યો છે.”

“નયા હિન્દુસ્તાન: ગીતના મ્યુઝિક ડાયરેક્ટર હિતેશ પ્રસાદનું કહેવું છે કે: “મેં આ મ્યુઝિક વિડિયો મુખ્યત્વા કોમી ભાઈચારો બતાવવા અને કોવિડ-19 અને ઘણી બધી રીતે લોકડાઉનથી પ્રભાવિત આ દેશના લોકોને પ્રોત્સાહિત કરવા માટે લખ્યો અને કમ્પોઝ કર્યો છે. આ વિડિયોનો થકી નવા ભારત- એક એવો દેશ જેને સર્વ ભિન્નતાઓની ઉપર આવવાની અને આ કટોકટીના સમયમાં એકત્ર આવવાની જરૂર છે તે મુખ્ય સંદેશ હું આપવા માગું છું. હું એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે આ વિડિયોમાંના કલાકારો અને ગાયકોએ શુદ્ધ સામાજિક કાજ તરીકે આ કામ કર્યું છે અને આ પહેલમાં અમને ટેકો આપવા માટે નિહિલન્ટનો આભારી છું.

ચાલો આપણે સૌ સાથે મળી અને નયા હિંદુસ્તાન નિર્માણ કરીએ!

નયા હિંદુસ્તાન ગીતને તમે પણ નિહાળો નીચે ક્લિક કરીને !!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.