ખબર

નક્સલીઓએ શેર કરી બંધક કમાન્ડો રાજેશ્વર સિંહની તસ્વીર, ફોટો જાહેર કરીને નક્સલીઓએ કહી આ વાત

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાના શહીદ થઇ ગયા, અને 32 જવાન ઘાયલ છે. તો એક જવાન હજુ પણ લાપતા છે. જેનું નામ રાજેશ્વર સિંહ છે. જે જમ્મુના રહેવા વાળા છે. તે સીઆરપીએફના કોબરા કમાન્ડોમાં સામેલ હતા.

કમાન્ડો રાજેશ્વર છેલ્લા ઘણા વર્ષોથી છત્તીસગઢમાં નક્સલિયો વિરુદ્ધના ઓપરેશનનો ભાગ છે. અને ગયા વર્ષે જ પોતાનો કાર્યકાલ પૂર્ણ કરી ચુક્યા છે. રાજેશ્વરના ઘરવાળાનો દાવો છે કે તેમના સાહસને જોતા કાર્યકાલ પૂરો થવા છતાં પણ તેમને છત્તીસગઢમાં જ રાખવામાં આવ્યા હતા. રાજેશ્વરના પરિવારના જણાવ્યા પ્રમાણે તેમને નક્સલિયોએ બંધક બનાવ્યા છે, જેની જાણકારી તેમને ત્યાંની સ્થાનિક  ચેનલો દ્વારા મળી હતી.

ત્યારે હવે નક્સલિયો દ્વારા અપહરણ કરવામાં આવેલા જવાન રાજેશ્વર સિંહની તસ્વીર શેર કરવામાં આવી છે. અને નક્સલિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી વાતચીતની મધ્યસ્થતા માટે નિર્ણય નથી કરવામાં આવતો ત્યાં સુધી કોબરા કમાન્ડો રાજેશ્વર સિંહ તેમના કબ્જામાં રહેશે.

તો બીજી તરફ પરિવારજનો રાજેશ્વરની સહકુશળ વાપસી માટે કામના કરી રહ્યા છે સાથે જ કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી છે કે લાપતા રાજેશ્વરને જલ્દી જ શોધવામાં આવે. રાજેશ્વરના સાળા વિક્રાંતે જણાવ્યું હતું કે આ હુમલા બાદ સ્થાનીક ચેનલોમાંથી ફોન આવી રહ્યો છે કે રાજેશ્વરને નક્સલિયોએ બંધક બનાવ્યો છે.

પરિવાર હવે માંગણી કરી રહ્યું છે કે નક્સલિયોએ બંધક બનાવ્યો છે તો કેન્દ્ર સરકાર તેને જલ્દીથી જલ્દી છુટા કરાવે. રાજેશ્વરના ઘરવાળાનું કહેવું છે કે રાજેશ્વર પોતાના સાળાના લગ્ન માટે રજા ઉપર ઘરે આવવાનો હતો.

આ પહેલા રાજેશ્વરની દીકરીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો, રાજેશ્વરની દીકરી પોતાના પિતાને જલ્દી પાછા ઘરે આવી જવા માટે વિનંતી કરી રહી છે, જેમાં તેમની દીકરીને રડતા જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી શકે છે.