મનોરંજન

નવાઝુદીન સિદ્ધિકીની પત્નીએ જણાવ્યું- 5 વર્ષ રહ્યા છે અલગ, અભિનેતાના ભાઈએ આવું આવું કરેલું

બોલિવૂડ અભિનેતા નવાઝુદીન સિદ્ધિકી હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં છવાયેલા રહે છે. તેની પત્ની આલિયાએ તેને છૂટાછેડાની લીગલ નોટિસ લોકડાઉનના કારણે વોટ્સઅપ અને મેલ દ્વારા મોકલી હતી પણ નવાઝુદીન આ વિષે પણ કોઈ રિએક્શન નથી આવ્યું. આ પછી તેની પત્ની એ મીડિયા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ ખુલાસામાં તેની અને નવાઝની ઘણી બધી પર્સનલ વાતો બહાર આવી હતી.

હાલમાંજ આલિયા સાથે વાતચીતમાં ખબર પડી કે નવાઝ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અલગ હતા. બંને લગભગ 4 – 5 વર્ષથી અલગ રહે છે. એક ઇન્ટરવ્યૂમાં આલિયા એ જણાવ્યું કે ‘તે બંને વચ્ચે ઝઘડા લાંબા સમયથી ચાલે છે અને તેને આરોપ લગાયો કે જે અત્યાચાર તેને લગ્ન પછી થઇ રહ્યા હતા તે હવે સહન કરી શકું તેમ નથી.આલિયાએ જણાવ્યું કે બંને વચ્ચે પ્રોબ્લમ ખુબ જ લાંબા સમયથી ચાલતા હતા. પરંતુ મેં કોઈ  ભર્યું ના હતું. પ્રોબ્લમ્સ દૂર કરવાની કોશિશ કરી રહી હતી. પરંતુ જયારે ઠીક લાગ્યું ત્યારે મારે આ નિર્ણય લેવો પડ્યો. તેને આગળ જણાવ્યું કે ‘ભલે તે મોટા અભિનેતા બની ગયા હોય પણ તેનો શું અર્થ જો તમે એક સારા વ્યક્તિન હોય તો? જો તમે તમારી પત્ની અને છોકરાઓનું સમ્માન ન કરી શકો તો તેનો શો અર્થ? બાળકોને તો એ પણ યાદ નથી કે તેઓ તેમના પિતાને છેલ્લે મળવા ક્યારે આવ્યા હતા. નવાઝને તેમને બાળકોને મળ્યા એના 3 -4 મહિના થઇ ગયા પણ તેમને કોઈ ફરક જ નથી પડતો. મેં છોકરાઓને ક્યારેય નથી જણાવ્યું પરંતુ તેઓ કાયમ પૂછતાં હોય છે કે પપ્પા ક્યાં છે? તેમની શૂટિંગ ક્યાં ચાલે છે? હું તેમને કહી દેતી કે તેઓ અમેરિકા ગયા છે પણ આ જૂઠું પણ ક્યાં સુધી કહેતી. તેથી હું બાળકોને મારી સાથે રાખવા માંગુ છે.

Images Source

વધુમાં કહ્યું હતુંકે, ]’કેટલાક લોકો તેની પ્રસિદ્ધિ પચાવી શકતા નથી. નવાઝ પણ તેમાંથી જ એક છે. મેં ઘરમાં ખૂબ જ અનાદર સહન કર્યો છે. મેં નિર્ણય લીધો છે કે હું તમનું નામ હટાવી મારી એક અલગ જ ઓળખ  બનાવીશ. લગ્નની શરુઆતમાં તેમને મને કીધું હતું કે કમાવવાવાળો હું એકલો જ છું અને એટલું ઘણું છે. મને નથી ખબર હું આગળ શું કરીશ પણ હું સમ્માનની સાથે જીવન જીવવા માંગુ છું સ્ટારની પત્નીના રૂપમાં નહિ.

જયારે આલિયાને સવાલ કરવામાં આવ્યો કે શું શારીરિક હિંસા પણ થતી હતી અને પત્નીઓને ટોર્ચર કરવું એ નવાજના પરિવારનો પેટર્ન છે તો આ સવાલના જવાબ આપતા કહ્યું કે ‘નવાઝે મારા પર ક્યારેય હાથ નથી ઉપાડ્યો પણ તે દરેક વાતમાં દલીલ કરતા અને જોર-જોરથી વાતો કરતા તે અમારા માટે અસહનીય હતું. તેમને પરિવારે મને મેન્ટલી અને ફિઝિકલી ખુબ ટોર્ચર કર્યું હતું. એટલું જ નહિ તેમને ભાઈએ મારા પર હાથ પણ ઉપાડ્યો હતો. તેમનો ભાઈ, માતા અને પરિવાર મારી સાથે કે મુંબઈમાં રહેતા હતા. મેં આ ઘણા વર્ષો સુધી સહન કર્યું છે. નવાઝની પહેલી પત્નીએ તેમને આ જ કારણથી છોડ્યા હતા. તેમને પણ પહેલેથી જ 7 કેસ ચાલી રહ્યા છે. તેમને ચાર વાર છૂટાછેડા થઇ ગયા છે આને આ પાંચમું છે. તેમના પરિવારમાં ટોર્ચર કરવો એક પેટર્ન બની ગયો છે. મારા માતાપિતા નથી તો મને મારી બહેન સપોર્ટ કરે છે મારો ભાઈ પણ પાછળ ડિસેમ્બરમાં જતો રહ્યો. ‘

Images Source

જણાવીએ કે બંને વચ્ચે 2010 થી જ તકલીફો ચાલતી હતી પણ હવે વાત હદથી આગળ નીકળી ગઈ હતી. આલિયાને કહેવું છે કે ‘તેમને મને નીચા દેખાડવામાં ખુબ જ ગમે છે તેને જણાવ્યું કે મનોજ વાજપેયી અને બીજા કેટલાક કલાકારો અમારા ઘરે આવતા હતા.એકવાર નવાઝે તેમની સામે મારી બેઇજ્જતી કરી હતી હું ખાવાનું બનાવતી હતી, અને મારે નવાઝને કંઈક વાત કહેવી હતી તો તેમને મને ખુબ સંભાળવું અને કહ્યું કે તને વાત કરતા પણ નથી આવડતી. તારે લોકોની સાથે વાત જ ન કરવી જોઈએ.,

Images Source

તેમને જણાવ્યું કે ‘કોઈને એટલી પણ બેઇજ્જતી ન કરી જોઈએ કે સામેવાળી વ્યક્તિને ગભરામણ મહેશુસ થવા લાગે. મને દરેક વાતમાં અહેસાસ કરાવવામાં આવતો કે તારી કોઈ વેલ્યુ જ નથી. મન ન બોલતા આવડે છે કે મારામાં ન ડ્રેસિંગ સેન્સ છે. જો કોઈને વારંવાર તેની કમજોરીને અહેસાસ કરાવવામાં આવે તો તેનો આત્મવિશ્વાસ પણ જવાબ આપી દે છે. મારો આત્મવિશ્વાસ એટલો ઓછો થઇ ગયો હતો કે મને લાગતું હતું કે હું કઈ નહિ કરી શકું. એટલું જ હું વાતચીત સમયે તેની સરખી રીતે બોલી પણ નહતી શક્તિ.’

તેને જણાવ્યું કે ‘મારા જીવનમાં તમારી કોઈ વેલ્યુ જ નથી તમે તો કઈ હતા જ નથી. તમને બધું જ એકલા કરવું છે તો પછી મેં આ ખતમ કરવાનું વિચાર્યું આમ પણ હું બધું એકલી જ કરતી હતી તો એકલી જ કેમ ન કરું.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.