પડદાં પર પોતાના અભિનયથી દિલ જીતનારા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ જણાવી તેની એવી હકીકત કે જાણીને તમને પણ આંચકો લાગશે, જુઓ વીડિયો

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, બાળકોને નવડાવવા પણ નથી જવા દેતો, ઘરમાં રાખ્યા છે સિક્યુરિટી ગાર્ડ, વીડિયોમાં બતાવી કડવી હકીકત, જુઓ

બોલીવુડના ફિલ્મી સિતારાઓની લાઈફ સ્ટાઇલ ખુબ જ આલીશાન હોય છે, તે જે જીવન જીવે છે એવું જીવન જીવનના ઘણા લોકોના સપના હોય છે. કલાકારો ફિલ્મી પડદાં પર અભિનય કરીને દર્શકોના દિલ પણ જીતતા હોય છે. પરંતુ ઘણા કલાકારો એવા પણ છે જયારે તેમના જીવનમાં અંગત ડોકિયું કરીએ ત્યારે તેમની કાળી હકીકત પણ સામે આવતી હોય છે. ત્યારે આવી જે કેટલીક વાતો બોલીવુડના ખ્યાતનામ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી વિશે સામે આવી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની હાલત વિશે એક વીડિયો શેર કર્યો છે. આમાં તેણે બતાવ્યું કે કેવી રીતે તેને તેના ઘરમાં ક્યાંય આવવાથી રોકવામાં આવી રહી છે. આલિયા અને તેના વકીલે તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે આલિયાએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પરંતુ તેણે આરોપ લગાવ્યો કે પોલીસ પણ આમાં કંઈ કરી રહી નથી. આલિયાને ગાર્ડની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. આલિયા દ્વારા શેર કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં આ જોઈ શકાય છે. જેમાં જોઈ શકાય છે કે, ‘આલિયા તેના પુત્રને નવડાવવા જઈ રહી છે, પરંતુ તેને તેની જ મહિલા સ્ટાફે રોકી છે.

મહિલા તેને કહી રહી છે કે તમને ઉપરના માળે જવાની પરવાનગી નથી. આના પર આલિયા કહે છે કે મને મારા ઘરમાં કેમ મંજૂરી નથી. જ્યાં સુધી મને બાળકો ન હતા ત્યાં સુધી મને જમવાનું પણ મળતું ન હતું, પરંતુ હવે જ્યારે મારી પાસે બાળકો છે, હું તેમને નવડાવતો પણ નથી. જો બાળક ગીઝરથી દાઝી જાય અને બીજું કંઈક થાય તો?”

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવાઝુદ્દીનની પત્ની અને તેની માતા મેહરુનિસા વચ્ચે પ્રોપર્ટીને લઈને ઘણો વિવાદ ચાલતો હતો. જે બાદ નવાઝુદ્દીનની માતા મેહરુનિસાએ આલિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

આ સિવાય નવાઝુદ્દીનની માતા મેહરુનિસાએ પણ ફરિયાદમાં કહ્યું હતું કે આલિયા અભિનેતાની પત્ની નથી. જે બાદ અભિનેતાની પત્નીએ પરિવાર પર ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમની ફરિયાદ કલમ 509 અને કલમ 498A હેઠળ નોંધવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આલિયાની આ ફરિયાદ પર હવે મુંબઈની અંધેરી કોર્ટે નવાઝને નોટિસ ફટકારી છે.

 

View this post on Instagram

 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

આ ઉપરાંત આલિયાના વકીલે પણ આ મામલે આરોપ લગાવ્યો હતો કે નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનો પરિવાર આલિયાને ભોજન, પલંગ અને નહાવા માટે બાથરૂમનો ઉપયોગ કરવા દેતા નથી. આ સાથે વકીલે એ પણ જણાવ્યું કે આલિયાને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

Niraj Patel