મનોરંજન

બૉલીવુડ દિગ્ગજ નવાઝુદ્દીન સિદ્દીકી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, આ કારણે નાની બહેનનું થયું મૃત્યુ- જાણો વિગત

બોલીવુડના દિગ્ગ્જ કલાકાર નવાજુદ્દીન સિદ્દીકીની નાની બહેન સાયમા તમશી સિદ્દીકીનું નિધન થયું છે. શનિવારે પુનાની એક હોસ્પિટલમાં સવારે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

26 વર્ષીય સાયમાં છેલ્લા 8 વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હતી. તેના નિધનની ખબર પડતા પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. સાયમાના નિધનની જાણકારી નવાજુદ્દીનના નાના ભાઈ અયાઝુદ્દિને આપી હતી. અયાઝુદ્દિને જણાવ્યું હતું કે, નવાજુદ્દીન અમેરિકામાં હતો બહેનના મોતના સમાચાર સાંભળીને તે ભારત આવવા માટે નીકળી ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on

નવાજુદ્દીનનો ભાઈ તેની બહેનની ડેડબોડીને લઈને તેના ગામ શામલી રવાના થઇ ગયો છે. નવાજુદ્દીનના ઘરે સાંત્વના પાઠવવા લોકો ઉમટી પડ્યા છે.નવાજુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, તેની બહેન 18 વર્ષની ઉંમરમાં જ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી.

નવાજુદ્દીનના જણાવ્યા અનુસાર, તે 7 ભાઈ અને 2 બહેન છે, તેના પિતા ખેડૂત હતા. તેના ઘરમાં ફિલ્મનું નામ લેવાનું પણ ખરાબ માનવામાં આવતું હતું.

જણાવી દઈએ કે, નવાજુદ્દીનના લગ્ન બહુ નાની ઉંમરમાં થઇ ગયા હતા. નવાજુદ્દીનના લગ્ન થયા ત્યારે તે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સંઘર્ષ કરીરહ્યા હતા. નવાજુદ્દીનન પત્ની અંજલિ સિદ્દીકી તેના જ ગામની છે. નવાજુદ્દીનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.