ખબર

હજુ આર્યન ખાન જામીન અરજી મંજુર થયા બાદ જેલની બહાર પણ નથી આવ્યો, એ પહેલા જ સામે આવ્યો ક્રુઝનો વીડિયો ?

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનના દીકરાના એનસબી દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝની અંદર ચાલી રહેલી રેવ પાર્ટીમાં ડગ લેવાના આરોપ સર ધરપકડ કરી હતી, જેના કેટલાય દિવસ બાદ ગઈકાલે આર્યન ખાનને જામીન મળી હતી. ત્યારે આ બધા વચ્ચે જ આર્યન ખાનની ધરપકડ કરનાર સમીર વાનખેડે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના નિશાન ઉપર છે.

હવે નવાબ મલિક દ્વારા ક્રુઝ ઉપર પાડવામાં આવેલી રેડને ફર્જી રેડ જણાવી છે. નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે તે પાર્ટીની અંદર એક આંતર રાષ્ટ્રીય ડગ માફિયા પણ હતો, પાર્ટીની અંદર દાઢી વાળું કોણ છે તેના ઉપર તપાસ એજન્સીઓ ધ્યાન આપે. દાઢીવાળા સાથે સમીર વાનખેડેનો સંબંધ છે.

નવાબ મલિકે જણાવ્યું કે દાઢીવાળાનું નામ કાશીફ ખાન છે. તે ફેશન ટીવીનો ઇન્ડિયા હેડ છે. તે દેશભરમાં ફેશન શો કરે છે. જેમાં ખોટી રીતે ડગ વેચવામાં આવે છે અને ડગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે મોટા પ્રમાણમાં દેહ વિક્રયનું રેકેટ ચલાવે છે. ક્રુઝ ઉપર તે દિવસે એક પાર્ટી કાશીફ ખાને પણ આપી હતી. તેને સોશિયલ મીડિયા ઉપર લોકોને આમંત્રણ આપ્યું હતું.

નવાબ મલિકે કહ્યું કે કાશીફના સમીર વાનખેડે સાથે સારા સંબંધ છે, આ કારણે તેને પકડવામાં ના આવ્યો, મલિકે આગળ જણાવ્યું કે એનસીબીએ આ વાતની તપાસ કરવી જોઈએ કે આખરે કેમ સમીર વાનખેડે અને તેમની ટીમે કાશીફ ખાનને ત્યાંથી જવા દીધો. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મલિકે કહ્યું હતું કે કાશીફની ગર્લફ્રેન્ડ પણ ક્રુઝ ઉપર હાજર હતી.


નવાબ મલિકે આજે બપોરે એક વીડિયો પણ શેર કર્યો છે. જેનો ઉલ્લેખ તે છેલ્લા બે દિવસથી કરી રહ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે કાશીફ ખાન એક યુવતી સાથે ડાન્સ કરી રહ્યો છે. નવાબ મલિકનો દાવો છે કે આ વીડિયો તે જ ક્રુઝ શિપનો છે, જેના ઉપર છાપામારી કરવામાં આવી હતી. પરંતુ ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.