મનોરંજન

BREAKING : સમીર વાનખેડે…વર્ષભરમાં તમારી નોકરી જશે…જાણો કોણે NCB ડાયરેક્ટરને ધમકી આપી

ગયા વર્ષે બોલિવૂડમાં ડગ કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ ઘણી વખત સામ-સામે આવી છે. મહારાષ્ટ્ર સરકાર NCB સહિતની એજન્સીઓ પર રાજ્યને બદનામ કરવાનો આરોપ લગાવી રહી છે. તાજેતરમાં આ આક્ષેપ વધુ તીક્ષ્ણ અને ગંભીર બન્યો છે. NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એવા નવાબ મલિકે NCBના ઝોનલ ડિરેક્ટકર સમીર વાનખેડે અને તેમના પરિવાર પર હુમલો કર્યો છે. મલિકે ગુરુવારે વાનખેડેને પડકાર ફેંકતા કહ્યું કે તે એક વર્ષની અંદર નોકરી ગુમાવશે.

નવાબ મલિકે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર હુમલો કર્યો છે. નવાબ મલિકે કહ્યું, હું સમીર વાનખેડેને ચેતવણી આપું છું કે તમે એક વર્ષમાં તમારી નોકરી ગુમાવશો. તુ અમને જેલમાં નાખવા આગળ આવ્યો, તને જેલમાં જોયા વગર આ દેશની જનતા ખામોશ નહિ રહે. NCPના નેતાએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કેન્દ્ર સરકાર દ્વારા સમીર વાનખેડેને એજન્સીમાં ખાસ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મલિકે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એનસીબીએ રિયા ચક્રવર્તીને ખોટા કેસમાં ફસાવી હતી.

નવાબ મલિકે સમીર વાનખેડે પર હુમલો કરતા કહ્યું કે કેટલા બોગસ કેસ છે તેના પુરાવા અમારી પાસે છે. તેના પિતા બોગસ હતા, તે પોતે બોગસ છે. તેના ઘરના-પરિવારના લોકો બોગસ છે અને આટલી બોગસગીરીના પુરાવા આપ્યા બાદ તે એક દિવસ પણ નોકરી પર રહી શકતો નથી અને તેનું જેલમાં જવું નિશ્ચિત છે. અમે આવનારા સમયમાં આનો પુરાવો બહાર નીકાળીશુ. તેમણે આગળ કહ્યું, “દબાણ આપનાર તારા પિતા કોણ છે તે જણાવ. તારા પિતા ગમે તેટલુ દબાણ આપવાની કોશિશ કરે નવાબ મલિક કોઇના બાપથી નથી ડરતો અને તને જેલમાં નાખ્યા વગર રોકાવાનો પણ નથી. આ આજે હું સ્પષ્ટ કરુ છુ.

નવાબ મલિકના આરોપો પર, સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આનાથી મારું મનોબળ ઘટશે નહીં. તે મજબૂત બનશે. હું વધુ સારું કામ કરીશ. તે જ સમયે, નોકરી ગુમાવવાના પડકાર પર, વાનખેડેએ કહ્યું, “મારી શુભેચ્છાઓ તેમની સાથે છે. હું એક નાનો સરકારી અધિકારી છું. તેઓ મોટા મંત્રી છે. જો તેઓ ડગને હટાવવા બદલ મને જેલમાં નાખવા માંગતા હોય તો હું સ્વાગત કરું છું. જ્યારે વાનખેડેને પૂછવામાં આવ્યું કે શું તેઓ નવાબ મલિક સામે કોઈ કાનૂની કાર્યવાહી કરશે કે નહીં, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેન્દ્ર સરકારનો કર્મચારી છું. મારા ઉપરી અધિકારીઓ પાસેથી યોગ્ય પરવાનગી લઇ પછી હું કાનૂની કાર્યવાહી કરીશ.