ખબર

શહીદના પાર્થિવ દેહને જોઈને તરત જ તેમના માતા બોલ્યા હતા – મારો હીરો આવી ગયો

દેશના સૌથી મોટા યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રમાદિત્યમાં શુક્રવારે આગ લાગી હતી. આગને બુજાવવાના કાર્ય દરમ્યાન ધૂમાડાના કારણે બેહોશ થયેલા લેફ્ટનન્ટ કમાન્ડર ધર્મેન્દ્ર સિંહ (ડીએસ) ચૌહાણનું મૃત્યુ થયું. તેઓ રતલામના રહેવાસી હતા. નૌકા દળના વડા એડમીરલ સુનિલ લાંબાએ કહ્યું કે લેફ્ટનન્ટ કમાન્ડર ચૌહાણની બહાદુરીથી આગ બુજાવી લેવાઈ હતી. અમે તેમના સાહસ અને કર્તવ્યનિષ્ઠાને સલામ કરીએ છીએ. અમે તેના પરિવાર સાથે છીએ. નૌકા દળના પ્રવક્તા કેપ્ટન ડીકે શર્માએ કહ્યું હતું કે કમાન્ડર ચૌહાણે આગ બુજાવવા માટે પોતાનો જીવ આપી દીધો. તેમની હિંમતથી, 44,500 ટન વજનવાળા યુદ્ધ જહાજની ક્ષમતાને કોઈ ખાસ નુકસાન થયું ન હતું.

Image Source

નૌકા દળએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે સવારે એ સમયે ઘટી હતી,જયારે જહાજ કર્ણાટકના કારવાડ બંદરે પહોંચી રહ્યું હતું. આઇએનએસ વિક્રમાદિત્યમાં લેફ્ટનન્ટ કમાન્ડર ચૌહાણના નેતૃત્વમાં જહાજ પર લાગેલી આગને બુજાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા હતા. લેફ્ટનન્ટ કમાન્ડર ચૌહાણ જહાજની લડાકુ ક્ષમતાને ગંભીર હાનિ થતી બચાવવાના પ્રયાસો કરી રહયા હતા.

Image Source

ઘણી મહેનત પછી આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો હતો. તેમને મશીનરી કમ્પાર્ટમેન્ટને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. આગ અને ધૂમાડાંના કારણે લેફ્ટનન્ટ બેહોશ થઇ ગયા હતા. તેમને તાત્કાલિક કારવાડ ખાતે નૌકા દળના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી ન શકાયા. ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે.

Image Source

આ ઘટનાની જાણ સૌથી પહેલા ધર્મેન્દ્રની પત્ની કરુણા સિંહને આપવામાં આવી હતી, જો કે તેમને ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્ર દુર્ઘટનાનો શિકાર થયા છે. ત્યારબાદ તેઓ આગ્રાથી રવાના થયા હતા. તેને પોતાની સાસુ ટમા કુંવરને ફોન કરીને જણાવ્યું કે ધર્મેન્દ્ર આઈસીયુમાં છે, હું ત્યાં જ જઈ રહી છું. એ પછી થોડીવારમાં જ ધર્મેન્દ્રની માને નૌકા દળના અધિકારીનો ફોન આવ્યો અને જણાવ્યું કે ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ શહીદ થઇ ગયા છે. એ સમયે ધર્મેન્દ્રની મા ખાવાનું ખાઈ રહયા હતા. આ ખબર મળતા જ આસપાસના લોકો આવી ગયા અને સંબંધીઓ પણ આવી ગયા હતા.

Image Source

ધર્મેન્દ્ર સિંહ ચૌહાણની માની દીકરાની શહાદતના સમાચાર સાંભળીને હાલત ખરાબ હતી. શહીદની નાની બહેન તેની માને સંભાળી રહી હતી. શહીદની મા ટમા કુંવર ઘરમાં આવનારા બધા જ લોકોને કહી રહી હતી કે તેમની દીકરો ક્યૂટ હતો. એ સાચો હીરો હતો. મહેનત-મજૂરી કરીને તેને ઉછેર્યો હતો. હવે બધું જ લૂંટાઈ ગયું, એ જ દીકરો હતો મારો. સ્વરે ઉઠી ત્યારે લાગતું હતું કે દિવસ સારો જશે પણ બધું જ લૂંટાઈ ગયું. તેમના શબ્દો સાંભળીને ઘરમાં હાજર બધાની જ આંખો ભીની હતી.

Image Source

લેફ્ટનન્ટ કમાન્ડર ધર્મેન્દ્ર સિંહ ચૌહાણનો પાર્થિવ દેહ જયારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે શબપેટીમાં રહેલા તેમના મૃતદેહને જોઈને તેમની માટે સલામ કરતા કહ્યું હતું કે મારો હીરો આવી ગયો. શહીદને અંતિમ વિદાઈ આપવા આખું રતલામ આવ્યું હતું. તેમના નિવાસસ્થાન રિદ્ધિ-સિદ્ધિ કોલોનીથી તેમની અંતિમ યાત્રા ખુલ્લા ટ્રકમાં નીકળી જે 6 કિલોમીટર લાંબી હતી. જેમાં હજારો લોકો હાજર હતા.

Image Source

જ્યાથી પણ અંતિમ યાત્રા પસાર થઇ ત્યાં લોકોએ ભારત માતા કી જયના નારાથી શહીદને શ્રદ્ધાંજલિ આપી. પોતાના વીર સપૂતની અંતિમ યાત્રા દરમ્યાન તેની માતાના આંસુ છલકાઈ ઉઠ્યાં હતા તેઓએ કહ્યું કે આવા જન્મે પણ મારો જ દીકરો બનજે. શહીદને ત્રિવેણી મુક્તિધામમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પ્રશાસન તરફથી કલેક્ટરે પણ પુષ્પચક્ર અર્પણ કર્યું હતું.

Image Source

ધર્મેન્દ્ર રતલામ સ્થિત ઘરમાં તેમની માતા અને નાની બહેન રહેતા હતા. રિદ્ધિ-સિદ્ધિ કોલોનીમાં આવેલા આ ઘરને ધર્મેન્દ્રએ નોકરી લાગ્યા બાદ લોન લઈને 30 લાખ રૂપિયામાં બનાવડાવ્યું હતું. પુલવામાં હુમલા અને તેના પછી એરસ્ટ્રાઈકને કારણે સરહદ પરના તણાવને કારણે શહીદ ધર્મેન્દ્રને 10 માર્ચે થનારા તેમના લગ્ન માટે પણ પૂરતી રજા મળી શકી ન હતી. 10 માર્ચે આગ્રામાં કરુણા સિંહ સાથે ધર્મેન્દ્રના લગ્ન થયા હતા. એ નોકરીથી સીધા જ આગ્રા પહોંચ્યા હતા. ત્યાં જ બધી વિધિઓ કરવામાં આવી હતી. 12 માર્ચે રતલામમાં રિસેપ્શન થયું હતું. 23 માર્ચે નોકરી પર પરત ફરતા સમયે તેમને પોતાની માતાને વચન આપ્યું હતું કે દિવાળી પર આવશે ત્યારે ફરવા લઇ જશે.

Image Source

લેફ્ટનન્ટ કમાન્ડર ચૌહાણની શહાદત બાદ તેમની પત્ની અને તેમની માતાએ ખૂબ જ હિમ્મત દાખવી હતી. કરુણા સિંહે પોતાની સાસુને કહ્યું હતું કે ‘મેં 12 દિવસમાં જીવન જીવી લીધું. હું તમને છોડીને કશે નહિ જાઉં, આ સુહાગની નિશાની બિંદી પણ જીવનભર લગાવીશ. કારણ કે તેઓ કહેતા હતા કે બિંદીમાં હું સુંદર દેખાઉં છું.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.