હાલના દિવસોમાં મોટાભાગે બૉલીવુડ સ્ટાર્સ વેકેશનની મોજ માણવાના મૂડમાં છે.મોટાભાગે બોલીવુડના કલાકારો કે પછી તેઓના બાળકોની વેકેશનની તસ્વીરો જોવા મળી જ જાય છે. એવામાં હાલમાં જ ઐશ્વર્યા રાઈ, અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે ન્યુયોર્ક વેકેશનની મજા માણવા માટે પહોંચ્યા હતા. ત્રણેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીરને નવ્યા નવેલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
અમિતાબજીની ભાણકી નવ્યા નવેલી નંદા સોશીયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.નવ્યા મોટાભાગે પોતાના ફૈન્સની સાથે સ્ટનિંગ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે.હાલમાં જ નવ્યા પોતાના પરિવારની સાથે સમય વિતાવતી પણ જોવા મળી જાય છે. પોતાના પરિવાર સાથેની નવ્યાની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાઇરલ થઇ રહી છે.
જણાવી દઈએ કે હાલના સમયમાં નવ્યા ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.તે દરમિયાન જ અભિષેક-ઐશ્વર્યાએ તેની મુલાકાત લીધી હતી, આ તસ્વીરો પણ તે જ સમયની છે. નવ્યા તસ્વીરમાં મામા અભિષેક, મામી ઐશ્વર્યા અને કઝીન આરાધ્યાની સાથે દેખાઈ રહી છે તથા અન્ય સદસ્યો પણ દેખાઈ રહ્યા છે.આ તસ્વીર ડિનર પાર્ટી પછીની છે.નવ્યાએ તસ્વીરને શેર કરતા લખ્યું કે,”’#famjam spam this with likes’.
અમુક સમય પહેલા જ નવ્યા નવેલીનો એક વીડિયો પણ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં નવ્યા ન્યુયોર્કના રસ્તાઓ પર વ્યાયામ કરી રહેલી નજરમાં આવી હતી. વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.એક રીતે નવ્યા નવેલી ઋષિ કપૂર અને નીતુ કપૂરની પૌત્રી પણ થાય છે.ન્યુયોર્કમાં ઋષિ કપૂરના કેન્સરના ઇલાજના સમયે નવ્યા તેને મળવા માટે પણ પહોંચી હતી.અમુક દિવસો પહેલા નવ્યાએ પોતાના ભાઈ અગસ્ત્ય સાથેની તસ્વીર પણ શેર કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ઐશ્વર્યા રાઈ જલ્દી જ ફિલ્મમેકર મણિરત્નમની આગળની ફિલ્મમાં ‘પોન્નીયન સેલવન’માં જોવા મળી શકે તેમ છે. આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે.ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે પોતાના ગુરુ મણિરત્નમની સાથે ફિલ્મ કરવા માટે જઈ રહી છે. ફિલ્મની કહાની 10મી સદીના પહેલાની હશે,જ્યારે રાજાએ પોતાના સામ્રાજ્ય પર કબ્જો કર્યો હતો.
જ્યારે અભિષેક અનુરાગ કશ્યપની આગળની ફિલ્મમાં જોવા મળી શકે તેમ છે.આ સિવાય તેની પાસે અન્ય એક ફિલ્મ ‘ગુલાબ જામુન’ પણ છે.ફિલ્મને સર્વેશ માવરા નિર્દેશિત કરશે. ફિલ્મમાં અભિષેકની સાથે પત્ની ઐશ્વર્યા રાઈ પણ હશે.
જુઓ નવ્યા નવેલી નંદાનો ન્યુયોર્કમાં કસરત કરતો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks